સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
ઓગસ્ટ 08.2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં નવ તબક્કા માં કુલ ₹ 6030 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નંબર માં અમેળ (મિસમેચ), નિષ્ક્રિય અથવા બંધ કરાયેલા ડિમેટ ખાતા જેવા કારણોસર કરી શકાયુ નથી. આવી અસફળ (પ્રોસેસ ના થઈ શકેલ) ડિમેટ વિનંતિ ઓ ની સૂચિ હવે https:/sovereigngoldbonds.rbi.org.in પર મૂકવામાં આવી છે. ત્યાં તબક્કાવાર માહિતી આપવામાં આવેલ છે જેમાં ભરણું સ્વીકારનાર કચેરી નું નામ, રોકાણકાર ના IDs અને બોન્ડ ડિમેટ ન થવાનું કારણ સામેલ છે. રોકાણકારો તેમના IDs સૂચિ માં છે કે કેમ તે નક્કી કરવા માટે આ ડેટા એક્સેસ કરી શકે છે. ભરણું સ્વીકારનાર તમામ કચેરીઓ એ પણ આ માહિતી તેમના ગ્રાહકો માટે અને તેમના ગ્રાહકો સાથે પરામર્શ કરીને યોગ્ય સુધારા કરવા માટે, એક્સેસ કરવાનું જરૂરી છે. આ હેતુ માટે ભારતીય રિઝર્વ બેન્ક ની ઈ-કુબેર (e-kuber) એપ્લિકેશનમાં આવશ્યક મોડ્યુલો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અમે ઉમેરીએ કે પેન્ડિંગ સ્ટેટસ હોવા છતાં સોવારીન સુવર્ણ બોન્ડ્સ RBI ના ચોપડે ધારણ કરવાનું ચાલુ રહેશે અને તેને નિયમિત પણે સર્વિસ કરવામાં આવશે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2017-2018/390 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: