RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492802

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના–2016-17-શ્રેણી IV

તારીખ: 23 ફેબ્રુઆરી 2017

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના–2016-17-શ્રેણી IV

ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શ માં સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 2016-17-શ્રેણી IV જારી કરવાનું નક્કી કરેલું છે. બોન્ડ માટે ની અરજીઓ 27 ફેબ્રુઆરી 2017 થી 03 માર્ચ 2017 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ 17 માર્ચ 2017 ના રોજ ઇસ્યુ કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસએચસીઆઈએલ), નામિત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્ષચેન્જો જેવા કે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ મારફતે થશે. બોન્ડ ની લાક્ષણીક્તાઓ નીચે મુજબ છે:

અનુ. નં. આઈટમ વિગતો
1. પ્રોડક્ટ નું નામ

સોવરિન ગોલ્ડ બોન્ડ 2016-17 શ્રેણી-IV

2. જારી કરવું

ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાનાર

3. યોગ્યતા

વ્યક્તિઓ, એચયુએફ, ટ્રસ્ટો, યુનીવર્સીટીઓ અને ચેરીટેબલ ઇન્સ્ટીટયુશન સહિત રહીશ ભારતીય સંસ્થાઓ ને જ બોન્ડ નું વેચાણ કરી શકાશે

4. મુલ્યવર્ગ

એક ગ્રામ ના બેઝીક યુનિટ સાથે બોન્ડ ને સોનાના ગ્રામ ના ગુણાંક માં મૂલ્ય વર્ગીત કરાશે

5. મુદત

બોન્ડ ની મુદત આઠ વર્ષ ની હશે તથા પાંચમા વર્ષ થી એક્ઝીટ ઓપ્શન હશે કે જેનો વ્યાજ ની ચુકવણી ની તારીખો એ ઉપયોગ કરી શકાશે

6. ન્યુનતમ સાઈઝ

ન્યુનતમ સ્વીકાર્ય રોકાણ એક ગ્રામ સોનામાં હશે

7. મહત્તમ સીમા

એક સંસ્થા દ્વારા મહત્તમ રકમ નું ભરણું પ્રતિ વ્યક્તિ પ્રત્યેક નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ)માં 500 ગ્રામ થી વધુ નહી હોય. આ અંગે એક સ્વ-ઘોષણા પત્ર લેવામાં આવશે.

8. સંયુક્ત ધારણકર્તા

સંયુક્ત હોલ્ડીંગ ના કેસ માં 500 ગ્રામ રોકાણ ની સીમા માત્ર પ્રથમ વ્યક્તિ ને લાગુ પડશે.

9. ઇસ્યુ કિંમત

બોન્ડ ની નોમિનલ કિંમત / મૂલ્ય ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન લીમીટેડ દ્વારા ભરણાંના સમય અગાઉના અઠવાડિયા (સોમવાર થી શુક્રવાર) માટે પ્રકાશિત કરેલ 999 ની શુધ્ધતા વાળા સોનાના બંધ ભાવોની સાદી સરેરાશ ના આધારે ભારતીય રૂપિયા માં નક્કી કરવામાં આવશે. ઇસ્યુ કિંમત નોમિનલ કિંમત કરતાં પ્રત્યેક ગ્રામે રૂપિયા 50 ઓછી રહેશે.

10. ચુકવણી ના વિકલ્પો

બોન્ડ માટે ની ચુકવણી રોકડ ચુકવણી (મહત્તમ રૂ. 20000 સુધી) અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેન્કિંગ મારફતે

11. ઇસ્યુઅન્સ ફોર્મ

જીએસ એક્ટ, 2006 હેઠળ ગોલ્ડ બોન્ડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટોક તરીકે જારી કરવામાં આવશે. રોકાણકર્તાઓ ને તેના માટે હોલ્ડીંગ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે. બોન્ડ્સ ડીમેટ સ્વરૂપ માં રૂપાંતરણ માટે લાયક ગણાશે.

12. પરત ચૂકવણી (Redemption) મૂલ્ય

પરત ચૂકવણીની કિંમત ભારતીય રૂપિયામાં અઈબીજેએ દ્વારા પ્રકાશિત 999 શુધ્ધતા ધરાવતા સોનાના અગાઉના અઠવાડિયાના (સોમવાર થી શુક્રવાર) બંધ ભાવોની સાદી સરેરાશના આધારે નક્કી કરવામાં આવશે.

13. વેચાણ ચેનલો

બોન્ડ્સ નું વેચાણ પ્રત્યક્ષ અથવા એજન્ટો મારફતે બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસએચસીઆઈએલ), નામિત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્ષચેન્જો જેવા કે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ મારફતે થશે

14. વ્યાજ નો દર

રોકાણકારો ને નોમિનલ મૂલ્ય પર પ્રતિવર્ષ 2.50% (સ્થિર દર) ના સ્થિર દરે વળતર અપાશે જે અર્ધ વાર્ષિક ચુકવવા પાત્ર હશે.

15. કોલેટરલ

બોન્ડ્સ નો લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાશે. લોન ટુ વેલ્યુ ગુણોત્તર રીઝર્વ બેંક દ્વારા સમય સમય પર જણાવવા માં આવતા સામાન્ય ગોલ્ડ લોન પ્રમાણે નક્કી કરવામાં આવશે.

16. કેવાયસી દસ્તાવેજો

“તમારા ગ્રાહક ને ઓળખો” (કેવાયસી) ના નિયમો સોનાને ભૌતિક સ્વરૂપે ખરીદવા માટે હોય તેવા જ રહેશે. કેવાયસી દસ્તાવેજો જેવાકે પાસપોર્ટ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કે ટાન (TAN) કાર્ડ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ ની જરૂર પડશે.

17. કર નિરૂપણ (Tax Treatment)

ઇન્કમટેક્ષ એક્ટ, 1961 (43 of 1961) ની જોગવાઈઓ પ્રમાણે બોન્ડ પરનું વ્યાજ કરપાત્ર છે. વ્યક્તિને SGB ની પરત ચૂકવણી (Redemption) માંથી ઉદ્ભવતા મૂડી નફા પરના કર માંથી મુક્તિ આપવામાં આવી છે. બોન્ડ ના હસ્તાંતરણ થી કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતાં લાંબા ગાળાના મૂડી નફા ને સૂચીકરણ (indexation) નો લાભ આપવામાં આવશે.

18. વેપાર ક્ષમતા (Tradability)

બોન્ડ જારી કર્યા ના પખવાડિયા ની અંદર ભારતીય રીઝર્વ બેંક દ્વારા સૂચિત કરાયેલ તારીખે સ્ટોક એક્સચેન્જ માં વેપાર માટે લાયક ગણાશે.

19. એસએલઆર માટે યોગ્યતા

સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ ના હેતુ માટે બોન્ડ્સ યોગ્ય ગણાશે.

20. કમીશન

બોન્ડના વિતરણ માટેનું કમીશન પ્રાપ્તકર્તા કાર્યાલયોને પ્રાપ્ત કુલ ભરણાના 1% દરે ચૂકવવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલયો, ઓછામાં ઓછું, આ રીતે મળેલ કમિશનના 50% એજન્ટો અથવા સબ – એજન્ટો ને તેમના તરફથી મેળવેલ કામકાજ માટે આપશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2274

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?