<font face="mangal" size="3">સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિં - આરબીઆઈ - Reserve Bank of India
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિંમત
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિંમત ભારત સરકાર ના નોટીફીકેશન F. No. 4(16)-W & M 2016 તથા આરબીઆઈ ના તારીખ 23 ફેબ્રુઆરી 2017 ના પરિપત્ર IDMD. CDD. No.2187/14.04.050/2016-17 ના સંદર્ભ માં, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2016-17, શ્રેણી IV ભરણા માટે 27 ફેબ્રુઆરી 2017 થી 03 માર્ચ 2017 સુધીના સમય માટે ખોલવામાં આવશે. બોન્ડ ની નોમિનલ કિંમત / મૂલ્ય [ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન લીમીટેડ (આઇબીજેએ) દ્વારા પ્રકાશિત કરેલ] ભરણાંના સમય અગાઉના અઠવાડિયા અર્થાત ફેબ્રુઆરી 20-23, 2017(24 ફેબ્રુઆરી 2017 મહા શિવરાત્રી ના કારણે જાહેર રજા હોવાથી) માટે 999 ની શુધ્ધતા વાળા સોનાના બંધ ભાવોની સાદી સરેરાશ ના આધારે પ્રતિ ગ્રામ રૂ. 2943/ છે. ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં સોવરિન ગોલ્ડ બોન્ડ ની નોમિનલ કિંમત પર પ્રતિ ગ્રામ રૂ. 50 વટાવ આપવાનું નક્કી કરેલું છે. તેથી, આ શ્રુંખલા માટે ગોલ્ડ બોન્ડ ની ઇસ્યુ કિંમત/ મૂલ્ય સોનાના પ્રતિ ગ્રામ દીઠ રૂ. 2893/ (રૂપિયા બે હજાર આઠસો ત્રાણું ) નક્કી કરવામાં આવેલી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 20162017/2283 |