RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492860

સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016

જાન્યુઆરી 14, 2016

સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016

ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો બીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જાન્યુઆરી 18, 2016 થી જાન્યુઆરી 22, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ ફેબ્રુઆરી 8, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવાળી દ્વારા કરતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ કાર્યક્રમના ભાગરૂપે હશે.

એ યાદ કરાવવા નું કે માનનીય નાણાં પ્રધાને યુનિયન બજેટ માં સોવરીન સુવર્ણ બોન્ડ ઘન સોનું ખરીદવા માટે વિકલ્પ રૂપે નાણાંકીય અસ્ક્યામતો ના વિકાસ વિષે જાહેરાત કરી હતી. તે મુજબ પહેલો તબક્કો ભરણું ભરવા માટે નોવેમ્બર 05 થી નોવેમ્બર 20, 2015 સુધી ખુલ્લો હતો. બોન્ડ ની લાક્ષણિક્તાઓ નીચે આપેલ છે.

ક્રમાંક આઈટમ (Item) વિગતો
1. વસ્તુ નું નામ

સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016

2. ફાળવણી

ભારત સરકાર વતી રેઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જારી કરશે.

3. પાત્રતા/યોગ્યતા

બોન્ડ નું વેચાણ નિવાસી ભારતીય કંપનીઓ વ્યક્તિઓ સહિત, HUFs, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને શાખાવતી સંસ્થાઓ સુધી સીમિત રહેશે.

4. ડીનોમિનેશન

બોન્ડ સોના ના 1 ગ્રામ ના મૂળભૂત એકમ સાથે તેના ગ્રામ ગુણાંકમાં વરાયેલ હશે.

5. મુદત

બોન્ડ્સ ની મુદત વ્યાજ ચુકવણી ની તારીખે ઉપયોગ કરી ને 5 વર્ષ બહાર નીકળવના વિકલ્પ સાથે 8 વર્ષના ના ગાળા માટે હશે.

6. ન્યૂનતમ કદ

ન્યૂનતમ મંજૂરીપાત્ર રોકાણ 2 યુનિટ (એટલે કે 2 ગ્રામ સોનું હશે).

7. મહત્તમ મર્યાદા

નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) દીઠ એકમ દ્વારા સબ્સ્ક્રાઇબ કરાતી મહત્તમ રકમ વ્યક્તિ દીઠ 500 થી વધુ ગ્રામ રહેશે નહીં. આ અસર નું સેલ્ફ ડિકલેરેશન મળવવા/લેવા માં આવશે.

8. સંયુક્ત ધારક

સંયુક્ત હોલ્ડિંગ ના કિસ્સામાં 500 ગ્રામ રોકાણ મર્યાદા ફક્ત પ્રથમ અરજદાર પર લાગુ કરવામાં આવશે.

9. ફ્રિક્વન્સી

બોન્ડ્સ તબક્કાવાર જારી કરવા માં આવશે. દરેક તબક્કો ખુલ્લો રાખવા નો સમયગાળો અધિસુચિત કરવા માં આવશે. જારી કરવાની તારીખ પણ સૂચનાપત્ર માં ઉલ્લેખિત કરવા માં આવશે.

10. ઇસ્યુ ભાવ

બોન્ડ નો ભાવ ભારતીય રૂપિયા માં, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) લિમિટેડ દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોના ના આગળ ના સપ્તાહ ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરાશે.

11. ચુકવણી વિકલ્પો

બોન્ડ્સ નું પેમેન્ટ કેશ (મહત્તમ 20,000/- સુધી), ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ થી (કરવાનું) રહેશે.

12. ફાળવણી ફોર્મ

જીએસ (GS) એક્ટ 2006, હેઠળ ભારત સરકાર ના સ્ટોક જેમ. રોકાણકારો ને હોલ્ડિંગ સર્ટિફિકટ જારી કરવામાં આવશે. બોન્ડ્સ ડિમેટ માં પરીવર્તન માટે લાયક છે.

13. રિડંપ્શન ભાવ

રિડંપ્શન ભાવ, ભારતીય રૂપિયા માં, IBJA દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના આગળ ના સપ્તાહ (સોમવાર – શુક્રવાર) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર આધારિત હશે.

14. વેચાણ માટે ચેનલ

બોન્ડ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો (અધિસુચિત કર્યા પ્રમાણે) દ્વારા સીધું કે એજન્ટસ મારફતે કરવામાં આવશે.

15. વ્યાજ દર

રોકાણકારો ને શરૂઆત ના મૂલ્ય પર 2.75% પ્રતિ વર્ષ ના દરે, અર્ધ વાર્ષિક ધોરણે વળતર આપવા માં આવશે.

16. જામીનગીરી (collateral)

લોન માટે બોન્ડ્સ ને જામીનગીરી જેમ વાપરી શકાશે. લોન ટૂ વેલ્યૂ (LTV) ગુણોત્તર સામાન્ય સુવર્ણ લોન માટે રિઝર્વ બેન્કે વખતો વખત આદેશ કર્યા પ્રમાણે રાખવા નો રહેશે.

17. KYC ડોક્યુમેન્ટ

તમારા ગ્રાહક ને જાણો (KYC) ના ધોરણો ઘન સોના ની ખરીદી માટે જરૂરી હોય તેવા જ રહેશે. KYC દસ્તાવેજો જેવાકે મતદાતા ઓળખપત્ર, આધાર કાર્ડ, PAN અથવા TAN/પાસપોર્ટ ની જરૂરી છે.

18. કર (ટેક્ષ) ટ્રીટમેન્ટ

બોન્ડ પર નું વ્યાજ ઇનકમટેક્ષ એક્ટ, 1961 (1961 ના 43) ની જોગવાઇઓ અનુસાર કરપાત્ર હશે અને મૂડી લાભ (નફો) પર નો કર ઘન સોના ના કિસ્સા ની જેમ જ રહેશે.

19. ટ્રેડેબિલિટી

બોન્ડ્સ ના સોદા (ટ્રેડેબલ) સ્ટોક એક્ષ્ચેંજો પર આર.બી.આઈ એ અધિસુચિત કરશે તે તારીખ થી થઈ શકશે.

20. SLR પાત્રતા

બોન્ડ્સ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ના હેતુ માટે પાત્ર હશે.

21. દલાલી

ભરણા ના 1% ના દરે દલાલી ચૂકવવા માં આવશે.

અજિત પ્રાસાદ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2015-2016/1663

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?