<font face="mangal" size="3px">સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19, પરિચાલન માર્ગદર& - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19, પરિચાલન માર્ગદર્શિકાઓ
આરબીઆઇ/2018-19/58 08 ઓક્ટોબર 2018 અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક મહોદયા/મહોદય, સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19, પરિચાલન માર્ગદર્શિકાઓ સોવરીન સુવર્ણ બૉન્ડ્સ પર ભારત સરકાર દ્વારા જારી અધિસૂચના એફ સં. 4(22)-ડબલ્યૂ અને એમ/2018 અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી તારીખ ઑક્ટોબર 08, 2018 નો પરિપત્ર આંઋપ્રવિ.સીડીડી.સં /14.04.050/2018-19 નો સંદર્ભ લેવો. આ સંદર્ભમાં વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) ને અમારી વેબસાઇટ (rbi.org.in) પર મૂકવામાં આવ્યા છે. આ યોજના સંબંધિત પરિચાલન માર્ગદર્શિકાઓ નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. 1. આવેદનપત્ર રોકાણકારોના આવેદન પત્રો શાખાઓમાં અભિદાનના સપ્તાહોમાં સામાન્ય બેંકિંગ કલાકો દરમિયાન સ્વીકારવામાં આવશે. પ્રાપ્તકર્તા કાર્યાલયોએ (receiving offices) તે બાબત સુનિશ્ચિત કરવાની છે કે આવેદન પત્ર બધી રીતે પૂર્ણ છે કારણકે અપૂર્ણ આવેદન પત્રોનો અસ્વીકાર કરવામાં આવશે. જ્યાં જરૂર હોય ત્યાં આવેદકો પાસેથી વધારાની યોગ્ય વિગતો પ્રાપ્ત કરવી. રોકાણકારો ઑનલાઇન આવેદન કરી શકે તે માટે પ્રાપ્તકર્તા કાર્યાલયોએ જરૂરી વ્યવસ્થા કરવી જેથી વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડી શકાય. 2. સંયુક્ત ધારણ (joint holding) અને નામાંકન (nomination) એકાધિક સંયુક્ત ધારકો અને નામિતો (પ્રથમ ધારકના) માટે અનુમતિ છે. કાર્યપ્રણાલિ અનુસાર આવેદકો પાસેથી જરૂરી જાણકારી મેળવી શકાય છે. નીચેની શરતે મૃતક રોકાણકારના નામિત હોવાને લઈને બિન-રહેવાસી ભારતીય વ્યક્તિ તેના નામ પર જામીનગીરીને તબદીલ કરાવી શકે છે. i. બિન-રહેવાસી ભારતીય વ્યક્તિએ પૂર્વ મોચન (early redemption) સુધી અથવા અવધિ-સમાપ્તિ સુધી જામીનગીરીને ધારણ કરી રાખવાની રહેશે, ii. રોકાણ પરનું વ્યાજ તેમજ પરિપકવ રાશિનું પ્રત્યાવર્તન થઈ શકસે નહીં. 3. આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)ની આવશ્યકતા. આવકવેરા વિભાગ તરફથી રોકાણકાર(રો)ને જારી કરવામાં આવેલ ‘પાન નંબર’ દરેક આવેદન પત્ર સાથે અચૂક હોવો જ જોઈએ. રોકાણકાર પાસેથી એ વિગત મેળવવાની રહેશે કે તેણે/તેણીએ અગાઉ કોઈ રોકાણ એસજીબી અથવા આઈઆઈએનએસસી-સી માં કરેલ છે અને તેથી તેની પાસે રોકાણકાર આઈડી છે. જો હોય તો, રોકાણ તે વિશિષ્ટ રોકાણકાર આઈડી અંતર્ગત જ કરવાનું રહેશે. 4. રદ્દીકરણ (cancellation) નિર્ગમ (issue) ના બંધ થવા સુધી એટલે કે સંબંધિત અભિદાનના સપ્તાહના શુક્રવાર સુધી આવેદન પત્રના રદ્દીકરણ માટે અનુમતિ છે. સુવર્ણ બૉન્ડની ખરીદી માટે કરવામાં આવેલી વિનંતીના આંશિક રદ્દીકરણ માટે અનુમતિ નથી. 5. બોજા અંકન (lien marking) બૉન્ડ્સ એ સરકારી જામીનગીરી હોવાથી બોજા અંકન વિગેરે સરકારી જામીનગીરી અધિનિયમ, 2006ની વિદ્યમાન જોગવાઈઓ તેમજ તે અંતર્ગત ઘડવામાં આવેલા નિયમો અનુસાર થઈ શકશે. 6. એજંસી વ્યવસ્થા પ્રાપ્તકર્તા કાર્યાલયો ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રોના એજંટોને આવેદન પત્રો સ્વીકારવા માટે રાખી શકે છે. બેંકો આવી સંસ્થાઓ સાથે ગોઠવણ કે કરાર કરી શકે છે. પ્રાપ્તકર્તા કાર્યાલયો દ્વારા સ્વીકારવામાં આવેલા આવેદન પત્રોના કુલ અભિદાનના રૂપિયા સો દીઠ રૂપિયા એકનું વહેંચણી માટેનું કમિશન આપવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલયો આવી રીતે મળેલા કમીશનમાંથી ઓછામાં ઓછું 50% કમીશન એજન્ટો અને સબ-એજન્ટોને તેમના દ્વારા વ્યાપાર લાવવા માટે આપશે. 7. ભારતીય રિઝર્વ બેંકની ઈ-કુબેર સિસ્ટમ થકી સંસાધન અભિદાન માટે સોવરીન સુવર્ણ બૉન્ડ્સ પ્રાપ્તકર્તા કાર્યાલયો પર ભારતીય રિઝર્વ બેંકની ઈ-કુબેર સિસ્ટમ થકી પણ ઉપલબ્ધ રહેશે. ઈ-કુબેર સિસ્ટમનો ઉપયોગ ઇન્ફિનિટ અથવા ઇન્ટરનેટ થકી થઈ શકે છે. પ્રાપ્તકર્તા કાર્યાલયોને તેમના દ્વારા સ્વીકારવામાં આવેલા અભિદાનો માટે ડેટા એન્ટ્રી અથવા બલ્ક અપલોડ કરવાનું રહેશે. અસાવધાનીથી થતી કોઈપણ ભૂલને અટકાવવા માટે તેઓએ ડેટા એન્ટ્રીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાની રહેશે. આવેદન પત્રના સ્વીકાર માટે તેઓને શીઘ્ર પુષ્ટિ આપવામાં આવશે. વધુમાં, પ્રાપ્તકર્તા કાર્યાલયોને તેમનો ડેટાબેઝ અપડેટ કરવા માટે ફાઇલ અપલોડ્સ સંબંધિત એક કન્ફર્મેશન સ્ક્રોલ પૂરો પાડવામાં આવશે. ફાળવણીની તારીખે, બધા જ અભિદાનો માટે એક માત્ર / મુખ્ય ધારકના નામ હેઠળ ધારણ પ્રમાણપત્ર સર્જિત થશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો તેને ડાઉનલૉડ કરી શકશે અને તેની પ્રીન્ટઆઉટ પણ લઈ શકશે. જે રોકાણકારોએ તેમનું ઈ-મેલ એડ્રેસ આપ્યું છે તેઓને ધારણ પ્રમાણપત્ર ઈ-મેલથી મોકલવામાં આવશે. આવેદન પત્રમાં આપેલ વિગતોની તેમના રેકર્ડ સાથેની મેળવણીને આધિન નિક્ષેપાગાર દ્વારા જામીનગીરીઓને તેઓના ડીમેટ ખાતામાં યથાયોગ્ય સમયે જમા કરવામાં આવશે. 8. ધારણ પ્રમાણપત્રનું મુદ્રણ ધારણ પ્રમાણપત્રનું રંગીન મુદ્રણ એ4 કદના 100 જીએસએમના કાગળ પર કરવું જરૂરી છે. 9. સર્વીસીંગ અને ફોલો અપ પ્રાપ્તકર્તા કાર્યાલયો ગ્રાહકને ‘પોતાના’ સમજશે અને આ બૉન્ડના સંબંધમાં સંપર્ક વિગતો અપડેટ કરવી, સમયપૂર્વ નગદીકરણની વિનંતીનો સ્વીકાર કરવો વિગેરે વિગેર જરૂરી સેવાઓ પૂરી પાડશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો બૉન્ડ્સ પરિપકવ થાય અને ચૂકવણી થઈ જાય ત્યાં સુધી આવેદન પત્રોની જાળવણી કરશે. 10. લે-વેચ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલી તારીખે બૉન્ડ્સ લે-વેચ માટે પાત્ર થઈ શકશે. (એ બાબતની નોંધ લેવામાં આવે કે ફક્ત ડીમેટ રૂપે ધારણ કરવામાં આવેલા બોન્ડ્સનું જ સ્ટોક એક્સેન્જીસમાં લે-વેચ થઈ શકશે.) 11. સંપર્ક વિગતો કોઈ પણ પૂછપરછ / સ્પષ્ટીકરણ માટે નીચે દર્શાવ્યા મુજબ ઈ-મેલ કરવો. (ક) સોવરીન ગૉલ્ડ બૉન્ડ સંબંધિત: ઈ-મેલ મોકલવા અહીંયા ક્લિક કરો. (ખ) આઈટી સંબંધિત: ઈ-મેલ મોકલવા અહીંયા ક્લિક કરો. આપનો વિશ્વાસુ, (ષૈનિ સુનિલ) |