<font face="mangal" size="3">સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 –સીરીઝ II- ઓપરેશનલ ગાઈડ  - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 –સીરીઝ II- ઓપરેશનલ ગાઈડ લાઈન્સ
RBI/2016-17/54 29 ઓગસ્ટ, 2016 ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર પ્રિય મહોદય/મહોદયા સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 –સીરીઝ II- ઓપરેશનલ ગાઈડ લાઈન્સ ભારત સરકાર ના સોવરીન ગોલ્ડ બોન્ડ્સ બાબત ના નોટીફીકેશન F.No.4(7) –W & M/2016 અને આર બી આઇ ના તારીખ 29 ઓગસ્ત , 2016 ના સર્ક્યુલર IDMD.CDD.No.462/14.04.050/2016-17 ના સંદર્ભ માં અમારી વેબ સાઈટ (www.rbi.org.in) ઉપર FAQ મુકેલા છે . આ યોજના બાબત માં ઓપરેશનલ ગાઈડ લાઈન્સ નીચે આપેલ છે. 1. અરજીપત્ર : તારીખ 01-09 સપ્ટેમ્બર 2016 સુધીમાં રોકાણકારો પાસેથી અરજીપત્રો બ્રાન્ચો દ્વારા સામાન્ય બેન્કિંગ કલાકો /સમય દરમ્યાન લેવામાં આવશે . સ્વીકારનાર કાર્યાલયે એ બાબત ની ખાતરી કરવી પડશે કે અરજીપત્ર બધ્ધી રીતે પરિપૂર્ણ હોય કારણ કે અધૂરું અરજીપત્ર અસ્વીકારપાત્ર છે .જ્યાં જરૂરી હોય ત્યાં અરજદાર પાસેથી અનુસંગિક વધારા ની માહિતી મેળવવી . સારી સેવા આપી શકાય તે માટે સ્વીકારનાર કાર્યાલયે રોકાણકારો ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવી. 2. સંયુક્ત ધારણકર્તા અને નોમીનેશન : એક કરતાં વધુ અરજદારો સંયુક્ત રીતે ધારણકર્તા બની શકશે અને પ્રથમ ધારણકર્તા નોમીની ની નિમણુક કરી શકશે . આ માટે અરજદાર પાસેથી જરૂરી વિગતો બેંક ની પ્રેક્ટીસ મુજબ મેળવવી . 3. અરજીપત્ર ઉપર વ્યાજ અરજદાર ને ચુકવણી ની રકમ જમા થયા તારીખ થી સેટલમેન્ટ તારીખ સુધી એટલેકે તે જ્યાં સુધી ફંડ થી વંચિત રહે ત્યાં સુધી , બચત બેંક ખાતા માં વર્તમાન દરે મળતું વ્યાજ મળશે . જે કિસ્સામાં અરજદાર ના બેંક ખાતા ની વિગત સ્વીકારનાર બેંક પાસે ન હોય તેવા કેસ માં અરજદારે આપેલી ખાતા ની વિગત મુજબ તેના ખાતા માં ઇલેક્ત્રોનિક ફંડ ટ્રાન્સફર થી વ્યાજ જમા કરવામાં આવશે. 4. રદ્દીકરણ (Cancellation) : અરજીપત્ર તારીખ 09 સપ્ટેમ્બર 2016 એટલે કે ઇસ્યુ ની બંધ થવાની તારીખ પહેલા રદ્દ / કેન્સલ કરી શકાશે. ગોલ્ડ બોન્ડ ખરીદવાની માટે ની વિનતી ને આન્શિક રીતે કેન્સલ કરવાની પરવાનગી મળી શકશે નહિ. કેન્સલ થયેલ અરજીપત્ર ઉપર વ્યાજ મળશે નહિ. 5. લીયન માર્કિંગ : બધા બોન્ડ સરકારી જામીનગીરી છે. લીયન માર્કિંગ ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ એકટ, 2006 તથા તે અંતર્ગત ઘડાયેલા રૂલ્સ/નિયમો ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ થશે. 6. એજન્સી ની વ્યવસ્થા : અનુસુચિત વાણીજ્ય બેંકો તેમના વતી અરજીપત્રો ઉઘરાવવા માટે NBFCs, NSC એજન્ટો, LIC એજન્ટો કે અન્ય ની સેવાઓ લઇ શકશે . બેંકો આ માટે આવી વ્યક્તિ સાથે એરેન્જમેન્ટ કે ટાઈ અપ કરી શકશે. ભરણા ની અરજી સ્વીકારનાર કાર્યાલયને કુલ મેળવેલા ભરણા ની રકમ ના પ્રતિ સો રૂપિયે એક રૂપિયા લેખે વિતરણ માટે કમીશન ચૂકવાશે અને સ્વીકારનાર કાર્યાલય આ પૈકી 50% સુધીના કમીશન નો ભાગ એજન્ટ અને પેટા એજન્ટ ને તેમણે મેળવેલ ધંધા બદલ ચૂકવશે. 7. આર બી આઇ ની ઈ-કુબેર સીસ્ટમ દ્વારા પ્રક્રિયા : સોવરીન ગોલ્ડ બોન્ડ્સ નું ભરણું અનુસુચિત વાણીજ્ય બેંકો ની શાખા માં અને હોદ્દેદાર / માન્ય પોસ્ટ ઓફિસો માં આર બી આઇ ની ઈ-કુબેર સીસ્ટમ દ્વારા ભરી શકાશે. ઈ-કુબેર સીસ્ટમ ઇન્ફીનેટ યા ઈન્ટરનેટ વડે એક્સેસ કરી શકાશે. સ્વીકારનાર ઓફિસોએ તેમને મળેલ ભરણાની વિગતો એન્ટર કરવાની રહેશે અથવા બલ્ક અપલોડ કરવાનો રહેશે અજાણતા થતી ભૂલો નિવારવા તેઓ એન્ટર કરવામાં આવેલી વિગતો ની ચોક્કસાઈ બાબત ધ્યાન રાખશે. અરજી મળ્યા બદલ તેમણે તરતજ ખાતરી /કન્ફર્મેશન આપવામાં આવશે. આ ઉપરાંત, સ્વીકારનાર ઓફિસોને તેમનો દેટાબેઝ અપડેટ કરવા માટે કન્ફર્મેશન સ્ક્રોલ આપવામાં આવશે. ફાળવણી સમયે એટલેકે તારીખ 23 સપ્ટેમ્બર 2016 ના રોજ , મળેલી બધી ભરણા/અરજીઓનું મુખ્ય/સોલ અરજદાર ને નામે ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર જનરેટ કરવામાં આવશે . સ્વીકારનાર ઓફિસ તેને ડાઉન લોડ કરીને પ્રિન્ટ કાઢી શકશે .જે રોકાણકારે ઈ-મેલ એડ્રેસ આપેલ હોય તેમને ધારણ કર્યા બાબત નું પ્રમાણ પત્ર ઈ-મેલ થી પણ મોકલવામાં આવશે. અરજી સાથે આપેલી વિગતો ને ડીપોઝીટરી ના રેકોર્ડ સાથે મેળવ્યા બાદ સીક્યુરીટી તેમના ડી-મેટ ખાતા માં ફાળવણીના 2 / 3 દિવસ માં જમા કરવામાં આવશે. 8. ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર છાપવું : ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર A4 સાઈઝ ના 100 GSM કલર પેપર ઉપર છાપવાનું રહેશે. 9. સેવાઓ અને અનુવર્તન : સ્વીકારનાર કાર્યાલયો જેવાકે સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો ની શાખાઓ, માન્ય પોસ્ટ ઓફીસો, SHCIL અને સ્ટોક એક્ષ્ચેન્જ (NSE Ltd અને BSE Ltd) ગ્રાહકો ધરાવશે (own) અને આ બોન્ડ બાબત માં સંપર્ક ની વિગતો અપડેટ કરવી , પાકતી મુદત પહેલા બોન્ડ વટાવવા ની વિનંતી સ્વીકારવી વિગેરે સેવાઓ આપશે. સ્વીકારનાર કાર્યાલયોએ બોન્ડ ની અરજીઓને બોન્ડ પાકે અને તેની પુનઃ ચુકવણી થાય ત્યાં સુધી સાચવી રાખવી પડશે . 10. ધંધા પાત્રતા (Tradability) ઇસ્યુ કર્યા ના 15 દિવસમાં ભારતીય રીઝર્વ બેકે સૂચિત કરેલી તારીખે બોન્ડ ધંધા પાત્ર થશે (અત્રે ધ્યાન માં રહે કે માત્ર ડીપોઝીટરી પાસે ડી-મેટ સ્વરૂપે ધારણ કરેલા બોન્ડ જ સ્ટોક એક્ષ્ચેન્જ માં ધંધા પાત્ર થશે.). 11. સંપર્ક ની વિગતો : કોઈપણ સવાલો / સ્પસ્ટતા માટે નીચે ઈ –મેઈલ કરીથી શકો છો. આપનો વિશ્વાસુ (રાજેન્દ્ર કુમાર) |