<font face="mangal" size="3">સોવરિન ગોલ્ડ બોન્ડ –2016-17-શ્રેણી III</font> - આરબીઆઈ - Reserve Bank of India
સોવરિન ગોલ્ડ બોન્ડ –2016-17-શ્રેણી III
RBI/2016-17/98 20 ઓક્ટોબર 2016 ચેરમન & મેનેજીંગ ડાયરેક્ટર, પ્રિય મહોદય / મહોદયા, સોવરિન ગોલ્ડ બોન્ડ –2016-17-શ્રેણી III ભારત સરકારે તેના તારીખ 20 ઓક્ટોબર 2016 ના જાહેરનામા (Notification) F. No. 4 (16) – W&M/2016 અન્વયે જાહેર કર્યું છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 2016 – શ્રેણી – 3 (“The Bonds” બોન્ડ્ઝ) 24 ઓક્ટોબર 2016 થી 2 નવેમ્બર 2016 સુધી ભરણાં માટે ખુલ્લું રહેશે. ભારત સરકાર, પૂર્વ સૂચના સાથે, નિર્દિષ્ટ સમય પહેલાં યોજના બંધ કરી શકે છે. બોન્ડ્ઝ જારી કરવાની શરતો નીચે પ્રમાણે હશે. 1. રોકાણ માટેની લાયકાત (Eligibility for investment): આ યોજના હેઠળના બોન્ડ ભારત માં રહીશ હોય તેવી વ્યક્તિ, વ્યક્તિ (Individual) હોવાથી, તેની વ્યક્તિ તરીકેની ક્ષમતા હેઠળ અથવા સગીર બાળક વતી અથવા અન્ય બીજી કોઈ વ્યક્તિ સાથે સંયુકતપણે ધારણ કરી શકે છે. બોન્ડ ટ્રસ્ટ, ચેરીટેબલ સંસ્થા અને યુનીવર્સીટી દ્વારા પણ ધારણ કરી શકાય છે. “Person Resident in India (ભારતમાં રહીશ)” વ્યક્તિની વ્યાખ્યા ફોરીન એક્ષચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 ની કલમ 2 (v), કલમ 2 (u) સાથે વંચાણમાં લેતાં, માં આપેલી છે. 2. સિક્યુરીટીનું સ્વરૂપ (Form of Security): ગવર્મેન્ટ સીક્યુરીટીઝ એક્ટ, 2006 ની કલમ 3 અનુસાર બોન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટોક (GOI Stock) ના સ્વરૂપમાં ઇસ્યુ કરવામાં આવશે. રોકાણકર્તાઓને હોલ્ડીંગ સર્ટીફીકેટ (Form C) આપવામાં આવશે. બોન્ડ demat સ્વરૂપમાં રૂપાંતરણ માટે લાયક ગણાશે. 3. ઇસ્યુ તારીખ: ઇસ્યુ કરવાની તારીખ 17 નવેમ્બર 2016 રહેશે. 4. મૂલ્યવર્ગ (Denomination): બોન્ડ એક ગ્રામ સોનાના એકમો અને તેના ગુણાંકમાં મૂલ્યવર્ગીત હશે. બોન્ડમાં ન્યૂનતમ રોકાણ એક ગ્રામ અને ફાળા / ભરણાં ની મહત્તમ મર્યાદા પ્રત્યેક નાણાંકીય વર્ષ માં (એપ્રિલ – માર્ચ) વ્યક્તિ દીઠ 500 ગ્રામ હશે. 5. Issue Price (ઇસ્યુ કિંમત): બોન્ડ ની નોમિનલ કિંમત / મૂલ્ય ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન લીમીટેડ દ્વારા ભરણાંના સમય અગાઉના અઠવાડિયા (સોમવાર થી શુક્રવાર) માટે પ્રકાશિત કરેલ 999 ની શુધ્ધતા વાળા સોનાના બંધ ભાવોની સાદી સરેરાશ ના આધારે ભારતીય રૂપિયા માં નક્કી કરવામાં આવશે. ઇસ્યુ કિંમત નોમિનલ કિંમત કરતાં પ્રત્યેક ગ્રામે રૂપિયા 50 ઓછી રહેશે. 6. વ્યાજ: બોન્ડ પરનું વ્યાજ નોમિનલ મૂલ્ય પર પ્રતિવર્ષ 2.50% (Fixed rate) ના દરે હશે. વ્યાજ અર્ધવાર્ષિક સુયોજિત ચૂકવવામાં આવશે અને અંતિમ વ્યાજ પરિપક્વતા પર મુદ્દલ સાથે ચૂકવવા પાત્ર રહેશે. 7. પ્રાપ્તકર્તા કાર્યાલયો (Receiving Offices): શીડ્યુલ્ડ વાણીજ્ય બેંકો (RRBs સિવાય), નામિત પોસ્ટ ઓફિસો (સૂચિત કર્યા મુજબ), સ્ટોક હોલ્ડીંગ કોર્પોરશન ઓફ ઇન્ડિયા (SCHIL) અને માન્ય સ્ટોક એક્ષ્ચેન્જો જેવાકે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લી. અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ લી. ને સીધા અથવા એજન્ટ મારફતે અરજીઓ સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી છે. 8. ચૂકવણી ના વિકલ્પો (Payment Options): પેમેન્ટ / અદાયગી ભારતીય રૂપિયામાં રોકડા (મહત્તમ રૂપિયા 20,000/- સુધી) અથવા ડીમાંડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા સ્વીકારવામાં આવશે. જયારે ચૂકવણી ચેક અથવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરવામાં આવે ત્યારે તે પ્રાપ્તકર્તા કાર્યાલય ની તરફેણ માં લખેલ (drawn) હોવા જોઈએ. 9. પરત ચૂકવણી (Redemption):
10. પુન:ચૂકવણી (Repayment): પ્રાપ્તકર્તા કાર્યાલય રોકાણકારને બોન્ડની પાકતી તારીખ ની તેના પરિપક્વતા ના એક માસ અગાઉ જાણ કરશે. 11. સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ (Statutory Liquidity Ratio) માટેની લાયકાત: આ બોન્ડમાં કરેલું રોકાણ SLR માટે લાયક ગણાશે. 12. બોન્ડ સામે લોન: બોન્ડનો ઉપયોગ લોન માટે કોલેટરલ તરીકે થઇ શકે છે. Loan to Value ગુણોત્તર RBI દ્વારા વખતોવખત જણાવવામાં આવતા સામાન્ય ગોલ્ડ લોન ને લાગુ પડતા હોય તે પ્રમાણે હશે. અધિકૃત બેંકો દ્વારા બોન્ડ પર નું લીયન ડીપોઝીટરી / નિધિ માં ચિન્હિત કરવામાં આવશે. 13. કર નિરૂપણ (Tax Treatment): ઇન્કમટેક્ષ એક્ટ 1961 ની જોગવાઈઓ પ્રમાણે બોન્ડ પરનું વ્યાજ કરપાત્ર છે. વ્યક્તિને SGB ની પરત ચૂકવણી (Redemption) માંથી ઉદ્ભવતા મૂડી નફા પરના કર માંથી મુક્તિ આપવામાં આવી છે. બોન્ડ ના હસ્તાંતરણ થી કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતાં લાંબા ગાળાના મૂડી નફા ને સૂચીકરણ (indexation) નો લાભ આપવામાં આવશે. 14. અરજીઓ: બોન્ડ માટે નું ભરણું નિયત અરજી પત્રકમાં (Form A) અથવા તેની સમીપ ના અન્ય કોઈ ફોર્મ / પત્રકમાં, સ્પષ્ટ રીતે સોનાના ગ્રામ તથા અરજદારનું પુરૂં નામ અને સરનામું દર્શાવીને, કરી શકાશે. પ્રાપ્તકર્તા કાર્યાલય અરજદારને Form B માં પ્રાપ્તિની સૂચના (acknowledgement) જારી કરશે. 15. નોમીનેશન – નામ નિયુક્તિ: નોમીનેશન અને તેનું રદીકરણ ગવર્મેન્ટ સિક્યોરીટીઝ એક્ટ, 2006 (38 of 2006) અને ગવર્મેન્ટ સીક્યુરીટીઝ રેગ્યુલેશન, 2007, તારીખ 01 ડીસેમ્બર 2007 ના ભારત સરકારના ગેઝેટના વિભાગ (section) 4, Part III માં પ્રકાશિત; ની જોગવાઈઓ અનુસાર અનુક્રમે Form D અને Form E માં કરી શકશે. 16. તબદીલી પાત્રતા (Transferability): ગવર્મેન્ટ સિક્યોરીટીઝ એક્ટ, 2006 (38 of 2006) અને ગવર્મેન્ટ સીક્યુરીટીઝ રેગ્યુલેશન, 2007, તારીખ 01 ડીસેમ્બર 2007 ના ભારત સરકારના ગેઝેટના વિભાગ (section) 4, Part III માં પ્રકાશિત; ની જોગવાઈઓ અનુસાર બોન્ડ Form F પ્રમાણેના Instrument of Transfer ના કાર્યાન્વયન દ્વારા તબદીલને પાત્ર હશે. 17. બોન્ડ ની વેપાર ક્ષમતા (Tradability of Bonds): ભારતીય રીઝર્વ બેંક દ્વારા સૂચિત કરાયેલ તારીખે બોન્ડ વેપાર માટે લાયક ગણાશે. 18. વિતરણ માટેનું કમીશન: વિતરણ માટેનું કમીશન પ્રાપ્તકર્તા કાર્યાલયોને પ્રાપ્ત અરજીઓ પર મળેલ કુલ ભરણાના દર સો રૂપિયે એક રૂપિયાના દરે ચૂકવવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલયો, ઓછામાં ઓછું, આ રીતે મળેલ કમિશનના 50% એજન્ટો અથવા સબ – એજન્ટો ને તેમના તરફથી મેળવેલ કામકાજ માટે આપશે. 19. ભારત સરકારના, વિત્ત મંત્રાલય (આર્થિક બાબતોના વિભાગ) ના, તારીખ 08 ઓક્ટોબર 2016 ના નોટીફીકેશન નં. F. No. 4 (13) W&M/2008 માં નિર્દિષ્ટ કરેલ અન્ય તમામ શરતો બોન્ડ ને લાગુ પડશે. 20. સોવરિન ગોલ્ડ બોન્ડ 2016 – 17 શ્રેણી III ને લગતી સંચાલકીય માર્ગદર્શિકાઓ તારીખ 20 ઓક્ટોબર 2016 ના પરિપત્ર IDMD CDD No. 894/14.04.050/2016 – 17 દ્વારા જારી કરવામાં આવી છે. આપનો વિશ્વાસુ, (રાજેન્દ્ર કુમાર) સંલગ્નક: ઉપર મુજબ |