RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491920

સોવરિન ગોલ્ડ બોન્ડ – 2016 – 17 – શ્રેણી III – સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines)

RBI/2016 – 17/99
IDMD.CDD.NO.894/14.04.050/2016 – 17

તારીખ: 20 ઓક્ટોબર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર
તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો,
(પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય)
નામિત પોસ્ટ ઓફિસો
સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (SHCIL)
નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ & બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ લીમીટેડ

પ્રિય મહોદય / મહોદયા,

સોવરિન ગોલ્ડ બોન્ડ – 2016 – 17 – શ્રેણી III – સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines)

સોવરિન ગોલ્ડ બોન્ડ પરના GoI નોટીફીકેશન નં. F. No. 4 (16) W&M/2016 તથા RBI ના તારીખ 20 ઓક્ટોબર 2016 ના પરિપત્ર IDMD.CDD.No.893/14.04.050/2016 – 17 નો સંદર્ભ જુઓ. આ અંગેના FAQs અમારી વેબસાઈટ (www.rbi.org.in) પર મૂકવામાં આવ્યા છે. આયોજનને લગતી સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines) નીચે આપેલી છે.

1. અરજી:

રોકાણકર્તાઓ પાસેથી અરજી પત્રકો શાખાઓમાં સામાન્ય કામકાજ ના કલાકો દરમ્યાન તારીખ 24 ઓક્ટોબર 2016 થી 2 નવેમ્બેર 2016 સુધી પ્ર્રાપ્ત કરવામાં આવશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અરજી દરેક બાબતે પૂર્ણ છે; કારણ કે અપૂર્ણ અરજીઓ રદ થવાને પાત્ર છે. જ્યાં જરૂર જણાય ત્યાં સંબંધિત વધારાની વિગતો પણ અરજીકર્તાઓ પાસેથી મેળવી શકાય છે. વધુ સારી ગ્રાહક સેવાના હિતમાં પણ પ્રાપ્તકર્તા કાર્યાલયો રોકાણકારો ને ઓન લાઈન અરજી કરવા સક્ષમ બનાવવા માટે વ્યવસ્થા કરે.

2. સંયુક્ત ધારક અને નોમીનેશન:

બહુવિધ સંયુક્ત ધારકો અને નોમીનીઓ (પ્રથમ ધારણકર્તાના) ને અનુમતી આપવામાં આવે છે. પ્રણાલીકા મુજબ આવશ્યક વિગતો અરજદારો પાસેથી મેળવી શકાય.

3. Know – Your – Customer (KYC આવશ્યકતાઓ):

“તમારા ગ્રાહક ને ઓળખો” ના નિયમો સોનાને ભૌતિક સ્વરૂપે ખરીદવા માટે હોય તેવા જ રહેશે. ઓળખના દસ્તાવેજો જેવાકે પાસપોર્ટ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ ની જરૂર પડશે. માત્ર સગીરોના કિસ્સા માં જ, બેંક ખાતા નંબર ને KYC ચકાસણી માટે વૈધ (પાત્ર) ગણવામાં આવશે. જારી કરનાર બેંકો / SHCIL કાર્યાલયો / પોસ્ટ ઓફિસો / એજન્ટો KYC કરશે.

4. અરજી ના નાણાં પર વ્યાજ (Interest on Application Money):

અરજદારોને ચૂકવણીની વસૂલાત તારીખ થી સમાધાન (settlement) તારીખ સુધી એટલેકે તેઓના નાણા વિહીન સમયગાળા માટે પ્રવર્તમાન સેવિંગ્સ એકાઉન્ટના દરે વ્યાજ ચૂકવવામાં આવશે. જો અરજદારનું બેંક ખાતું પ્રાપ્તકર્તા બેંકમાં ન હોય તો અરજદારે પૂરી પાડેલ વિગત મુજબના એકાઉન્ટ માં ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા વ્યાજ જમા કરવું પડશે.

5. રદીકરણ (Cancellation):

ઇસ્યુ બંધ થવા સુધીમાં એટલે કે 2 નવેમ્બર 2016 સુધીમાં અરજી રદ કરવાની અનુમતી આપી શકાય. ગોલ્ડ બોન્ડ ખરીદ કરવાની રજૂ કરેલ વિનંતિ ના અમુક ભાગના રદીકરણ (Part Cancellation) ને અનુમતી આપી શકાશે નહીં. જો અરજી રદ કરવામાં આવી હોય તો અરજી ના નાણાં પર વ્યાજ ચૂકવવાની જરૂર નથી.

6. Lien Marking (લીયન ચિન્હિત કરવું):

બોન્ડ્સ સરકારી પ્રતિભૂતિઓ છે તેથી ગવર્મેન્ટ સીક્યુરીટીઝ એક્ટ 2006 અને તે હેઠળ ઘડાયેલા નિયમોની પ્રવર્તમાન કાયદેસરની જોગવાઈઓ મુજબ લીયન ચિન્હિત કરી શકાશે.

7. એજન્સી વ્યવસ્થા (Agency Arrangement):

પ્રાપ્તકર્તા કાર્યાલયો તેમના વતી અરજીપત્રકો એકઠા કરવા માટે NBFCs, NSC એજન્ટો અને અન્યો ને રોકી શકશે. બેંકો આવી સંસ્થાઓ સાથે તાલ – મેલ કે અન્ય વ્યવસ્થા કરી શકશે. વિતરણ માટેનું કમીશન પ્રાપ્તકર્તા કાર્યાલયોને પ્રાપ્ત અરજીઓ પર મળેલ કુલ ભરણાના દર સો રૂપિયે એક રૂપિયાના દરે ચૂકવવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલયો, ઓછામાં ઓછું, આ રીતે મળેલ કમિશનના 50% એજન્ટો અથવા સબ – એજન્ટોને તેમના તરફથી મેળવેલ કામકાજ માટે આપશે.

8. RBI ની e – kuber સીસ્ટમ દ્વારા પ્રોસેસિંગ:

સોવરિન ગોલ્ડ બોન્ડ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો અને નામિત પોસ્ટ ઓફિસો માં RBI ની e – kuber સીસ્ટમ મારફતે ભરણા માટે ના ડેટા ની એન્ટ્રી કરવી પડશે અથવા બલ્ક અપલોડ કરવું પડશે. કોઇપણ પ્રકારની અસાવધ ભૂલો થતી અટકાવવા તેઓએ ડેટા એન્ટ્રીની ચોકસાઈ સુનિશ્ચિત કરવી પડશે. તેમને અરજીની પ્રાપ્તિ અંગે તુરંત પુષ્ટીકરણ કરવામાં આવશે. વધુમાં, પ્રાપ્તકર્તા કાર્યાલયો ને તેમનો ડેટા અદ્યતન કરવા સક્ષમ બનાવવા માટે અપલોડ કરેલી ફાઈલો માટે કન્ફરમેશન સ્ક્રોલ પૂરો પાડવામાં આવશે. ફાળવણીની તારીખે અર્થાત્ 17 નવેમ્બર 2016 ના દિવસે બધાજ ભરણાઓ માટે એકમાત્ર / મુખ્ય ધારક ના નામે Certificates of Holding તૈયાર કરવામાં આવશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો તેમને ડાઉનલોડ કરી શકશે અને પ્રિન્ટ પણ કાઢી શકશે. જે રોકાણકારો એ તેમના ઈ-મેલ એડ્રેસ આપેલા હોય તેમને સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ ઈ – મેલ મારફતે મોકલી આપવામાં આવશે. સિક્યુરીટીઓ, અરજીમાં આપેલી વિગતો ડીપોઝીટરી ના રેકોર્ડ સાથે મળે તે શરતે, ફાળવણીના બે ત્રણ દિવસમાં તેમના ડીમેટ ખાતાઓમાં જમા કરવામાં આવશે.

9. સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ નું છાપકામ:

સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ રંગીન A – 4 સાઈઝ 100 GSM ના કાગળ પર છાપવાની રહેશે.

10. સેવાઓ અને અનુવર્તી કાર્યવાહી (Service & Follow up):

પ્રાપ્તકર્તા કાર્યાલયો જેવાકે શીડ્યુલ્ડ વાણિજ્ય બેન્કોની શાખાઓ, નામિત પોસ્ટ ઓફિસો, SCHIL અને સ્ટોક એક્ષ્ચેન્જો (NSG Ltd. તથા BSE) ગ્રાહક ધરાવતા હશે અને આં બોન્ડને લગતી આવશ્યક સેવાઓ પૂરી પાડશે. દા.ત. સંપર્ક વિગતો અદ્યતન કરવી, પાકતા પહેલાં નકદીકરણ ની વિનંતીઓ પ્રાપ્ત થવી વગેરે. બોન્ડ પરિપક્વ થાય અને તેની ચૂકવણી થાય ત્યાં સુધી પ્રાપ્તકર્તા કાર્યાલયો એ અરજીઓ જાળવી રાખવી પડશે.

11. વ્યાપારક્ષમતા (Tradability):

બોન્ડ્સ ભારતીય રીઝર્વ બેન્કે સૂચિત કરેલ તારીખે વેપાર માટે લાયક હશે. (અત્રે એ નોંધવું જરૂરી છે કે ફક્ત ડીપોઝીટરી પાસે ડી – મેટ સ્વરૂપ માં ધારણ કરેલા બોન્ડ જ સ્ટોક માર્કેટ માં વેચી શકાશે)

12. સંપર્ક વિગતો:

કોઇપણ પ્રશ્ન / સ્પષ્ટતાઓ માટે નીચેના ને ઈ – મેલ કરી શકાશે:

(a) સોવરિન ગોલ્ડ બોન્ડ સંબંધિત – ઈ – મેલ મોકલવા, કૃપયા click here

(b) I T સંબંધિત – ઈ – મેલ મોકલવા, કૃપયા click here

આપનો વિશ્વાસુ,

(રાજેન્દ્ર કુમાર)
મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?