RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78480636

સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ IV- ઓપરેશનલ ગાઈડ લાઈન્સ

RBI/2016-17/235
IDMD.CDD.No.2188/14.04.050/2016-17

23 ફેબ્રુઆરી, 2017

ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર
સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો
(ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય)
માન્ય પોસ્ટ ઓફીસો
સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL)
નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ

પ્રિય મહોદય/મહોદયા

સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ IV- ઓપરેશનલ ગાઈડ લાઈન્સ

ભારત સરકાર ના સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ IV બાબત ના નોટીફીકેશન F.No.4(16) –B(W & M)/2016 અને આર બી આઇ ના તારીખ 23 ફેબ્રુઆરી, 2017 ના સર્ક્યુલર IDMD.CDD.No.2187/ 14.04.050//2016-17 ના સંદર્ભ માં અમારી વેબ સાઈટ (www.rbi.org.in) ઉપર FAQ મુકેલા છે . આ યોજના બાબત માં ઓપરેશનલ ગાઈડ લાઈન્સ નીચે આપેલ છે.

1. અરજીપત્ર :

તારીખ 27 ફેબ્રુઆરી, 2017 થી તારીખ 03 માર્ચ, 2017 સુધીમાં રોકાણકારો પાસેથી અરજીપત્રો બ્રાન્ચો દ્વારા સામાન્ય બેન્કિંગ કલાકો /સમય દરમ્યાન લેવામાં આવશે . સ્વીકારનાર કાર્યાલયે એ બાબત ની ખાતરી કરવી પડશે કે અરજીપત્ર બધ્ધી રીતે પરિપૂર્ણ હોય કારણ કે અધૂરું અરજીપત્ર અસ્વીકારપાત્ર છે .જ્યાં જરૂરી હોય ત્યાં અરજદાર પાસેથી અનુસંગિક વધારા ની માહિતી મેળવવી . સારી સેવા આપી શકાય તે માટે સ્વીકારનાર કાર્યાલયે રોકાણકારો ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવી.

2. સંયુક્ત ધારણકર્તા અને નોમીનેશન :

એક કરતાં વધુ અરજદારો સંયુક્ત રીતે ધારણકર્તા બની શકશે અને પ્રથમ ધારણકર્તા નોમીની ની નિમણુક કરી શકશે . આ માટે અરજદાર પાસેથી જરૂરી વિગતો બેંક ની પ્રેક્ટીસ મુજબ મેળવવી .

3. નો-યોર-કસ્ટમર (KYC) ની જરૂરિયાત :

ભૌતિક સ્વરૂપે સોનું ખરીદવા માટે લાગુ પડતા નો-યોર-કસ્ટમર (KYC) જેવાજ નોર્મ્સ લાગુ પડશે . ઓળખપત્ર તરીકે પાસપોર્ટ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ, વોટર આઇ ડી કાર્ડ, આધાર કાર્ડ જરૂરી છે. માત્ર સગીર ના કેસ માં જ KYC ની ચકાસણી માટે બેંક એકાઉન્ટ નંબર માન્ય ગણાશે. KYC ની ચકાસણી ઇસ્યુ કરનાર બેંક / SHCIL કાર્યાલય / પોસ્ટ ઓફીસો / એજન્ટો દ્વારા કરવામાં આવશે.

4. અરજીપત્ર ઉપર વ્યાજ

અરજદાર ને ચુકવણી ની રકમ જમા થયા તારીખ થી સેટલમેન્ટ તારીખ સુધી એટલેકે તે જ્યાં સુધી ફંડ થી વંચિત રહે ત્યાં સુધી, બચત બેંક ખાતા માં વર્તમાન દરે મળતું સાદું વ્યાજ મળશે . જે કિસ્સામાં અરજદાર ના બેંક ખાતા ની વિગત સ્વીકારનાર બેંક પાસે ન હોય તેવા કેસ માં અરજદારે આપેલી ખાતા ની વિગત મુજબ તેના ખાતા માં ઇલેક્ત્રોનિક ફંડ ટ્રાન્સફર થી વ્યાજ જમા કરવામાં આવશે.

5. રદ્દીકરણ (Cancellation) :

અરજીપત્ર તારીખ માર્ચ એટલે કે ઇસ્યુ ની બંધ થવાની તારીખ પહેલા રદ્દ / કેન્સલ કરી શકાશે. ગોલ્ડ બોન્ડ ખરીદવાની માટે ની વિનતી ને આન્શિક રીતે કેન્સલ કરવાની પરવાનગી મળી શકશે નહિ. કેન્સલ થયેલ અરજીપત્ર ઉપર વ્યાજ મળશે નહિ.

6. લીયન માર્કિંગ :

બધા બોન્ડ સરકારી જામીનગીરી છે. લીયન માર્કિંગ ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ એકટ, 2006 તથા તે અંતર્ગત ઘડાયેલા રૂલ્સ/નિયમો ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ થશે.

7. એજન્સી ની વ્યવસ્થા :

અનુસુચિત વાણીજ્ય બેંકો તેમના વતી અરજીપત્રો ઉઘરાવવા માટે NBFCs, NSC એજન્ટો કે અન્ય ની સેવાઓ લઇ શકશે . બેંકો આ માટે આવી વ્યક્તિ સાથે એરેન્જમેન્ટ કે ટાઈ અપ કરી શકશે. ભરણા ની અરજી સ્વીકારનાર કાર્યાલયને કુલ મેળવેલા ભરણા ની રકમ ના પ્રતિ સો રૂપિયે એક રૂપિયા લેખે વિતરણ માટે કમીશન ચૂકવાશે અને સ્વીકારનાર કાર્યાલય આ પૈકી 50% સુધીના કમીશન નો ભાગ એજન્ટ અને પેટા એજન્ટ ને તેમણે મેળવેલ ધંધા બદલ ચૂકવશે.

8. આર બી આઇ ની ઈ-કુબેર સીસ્ટમ દ્વારા પ્રક્રિયા :

સોવરીન ગોલ્ડ બોન્ડ્સ નું ભરણું અનુસુચિત વાણીજ્ય બેંકો ની શાખા માં અને હોદ્દેદાર / માન્ય પોસ્ટ ઓફિસો માં આર બી આઇ ની ઈ-કુબેર સીસ્ટમ દ્વારા ભરી શકાશે. ઈ-કુબેર સીસ્ટમ ઇન્ફીનેટ યા ઈન્ટરનેટ વડે એક્સેસ કરી શકાશે. સ્વીકારનાર ઓફિસોએ તેમને મળેલ ભરણાની વિગતો એન્ટર કરવાની રહેશે અથવા બલ્ક અપલોડ કરવાનો રહેશે અજાણતા થતી ભૂલો નિવારવા તેઓ એન્ટર કરવામાં આવેલી વિગતો ની ચોક્કસાઈ બાબત ધ્યાન રાખશે. અરજી મળ્યા બદલ તેમણે તરતજ ખાતરી /કન્ફર્મેશન આપવામાં આવશે. આ ઉપરાંત, સ્વીકારનાર ઓફિસોને તેમનો દેટાબેઝ અપડેટ કરવા માટે કન્ફર્મેશન સ્ક્રોલ આપવામાં આવશે. ફાળવણી સમયે એટલેકે તારીખ 17 માર્ચ 2017 ના રોજ, મળેલી બધી ભરણા/અરજીઓનું મુખ્ય/સોલ અરજદાર ને નામે ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર જનરેટ કરવામાં આવશે . સ્વીકારનાર ઓફિસ તેને ડાઉન લોડ કરીને પ્રિન્ટ કાઢી શકશે .જે રોકાણકારે ઈ-મેલ એડ્રેસ આપેલ હોય તેમને ધારણ કર્યા બાબત નું પ્રમાણ પત્ર ઈ-મેલ થી પણ મોકલવામાં આવશે. અરજી સાથે આપેલી વિગતો ને ડીપોઝીટરી ના રેકોર્ડ સાથે મેળવ્યા બાદ ફાળવણી ના 2-3 દિવસ માં સીક્યુરીટી તેમના ડી-મેટ ખાતા માં જમા કરવામાં આવશે.

9. ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર છાપવું :

ધારણ કરવા બાબત નું પ્રમાણ પત્ર A4 સાઈઝ ના 100 GSM કલર પેપર ઉપર છાપવાનું રહેશે.

10. સેવાઓ અને અનુવર્તન :

સ્વીકારનાર કાર્યાલયો જેવાકે સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો, માન્ય પોસ્ટ ઓફીસો, SHCIL અને સ્ટોક એક્ષ્ચેન્જ (NSE અને BSE) ગ્રાહકો ધરાવશે (own) અને આ બોન્ડ બાબત માં સંપર્ક ની વિગતો અપડેટ કરવી, પાકતી મુદત પહેલા બોન્ડ વટાવવા ની વિનંતી સ્વીકારવી વિગેરે સેવાઓ આપશે. સ્વીકારનાર કાર્યાલયોએ બોન્ડ ની અરજીઓને બોન્ડ પાકે અને તેની પુનઃ ચુકવણી થાય ત્યાં સુધી સાચવી રાખવી પડશે .

11. ધંધા પાત્રતા (Tradability)

ભારતીય રીઝર્વ બેકે સૂચિત કરેલી તારીખે બોન્ડ ધંધા પાત્ર થશે ( અત્રે ધ્યાન માં રહે કે માત્ર ડીપોઝીટરી પાસે ડી-મેટ સ્વરૂપે ધારણ કરેલા બોન્ડ જ સ્ટોક એક્ષ્ચેન્જ માં ધંધા પાત્ર થશે.).

12. સંપર્ક ની વિગતો :

કોઈપણ સવાલો / સ્પસ્ટતા માટે નીચે ઈ –મેઈલ કરીથી શકો છો.

  1. સોવરીન ગોલ્ડ બોન્ડ્સ બાબત માં ઈ –મેઈલ કરવા અહી ક્લિક કરો

  2. IT બાબતમાં ઈ –મેઈલ કરવા અહી ક્લિક કરો

આપનોવિશ્વાસુ

(રાજેન્દ્ર કુમાર)
મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?