<font face="mangal" size="3">સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ II</font> - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ II
RBI/2015-16/333 04 માર્ચ, 2016 ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર પ્રિય મહોદય/મહોદયા સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016-17 સીરીઝ II ભારત સરકારે તેના તારીખ 04 માર્ચ, 2016 ના નોટીફીકેશન નંબર F.No.4(19)- W & M / 2014 થી ઘોષણા કરી છે કે સોવરીન ગોલ્ડ બોન્ડ્સ -2016 (‘ઘ બોન્ડ’) નું ભરણુ તારીખ 8 માર્ચ, 2016 થી 14 માર્ચ, 2016 સુધી ચાલુ રહેશે. અગાઉ થી નોટીસ આપી ને ભારત સરકાર તેની નિયત તારીખ / સમય મર્યાદા પહેલા આ યોજના બંધ કરી શકશે. આ બહાર પાડવામાં આવેલા બોન્ડ ની શરતો અને નિયમો નીચે મુજબ રહેશે. 1. રોકાણ માટે ની યોગ્યતા : આ યોજના મુજબ ના બોન્ડ ભારત ની રહીશ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે અથવા સગીર બાળક વતી અથવા અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે ધારણ કરી શકશે. ટ્રસ્ટ, સખાવતી સંસ્થા અને યુનિવર્સીટી પણ આ બોન્ડ ધારણ કરી શકશે. ભારતીય રહીશ વ્યક્તિ ની વ્યાખ્યા ફોરેન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એકટ, 1999 ની કલમ 2(u) સાથે વાંચન માં લઈને કલમ 2(v) માં આપવામાં આવેલ છે. 2. સીક્યુરીટી નું ફોર્મ : ગવર્નમેન્ટ સીક્યુરીટી એકટ, 2006 ની કલમ 3 મુજબ ભારત સરકાર ના સ્ટોક સ્વરૂપે આ બોન્ડ આપવામાં આવશે રોકાણકાર ને (બોન્ડ) ધારણ કરવાનું પ્રમાણપત્ર (ફોર્મ C) આપવામાં આવશે. આ બોન્ડ ડી-મેટ સ્વરૂપમાં પણ બદલાવી શકાશે. 3. ઇસ્યુ કરવાની તારીખ ઇસ્યુ કરવાની તારીખ 29 માર્ચ, 2016 ગણાશે. 4. મુલ્યવર્ગ (Denomination): બોન્ડ નું મુલ્ય 1 ગ્રામ સોના માં અને તેના ગુણાંક માં ગણાશે. આ બોન્ડ માં પ્રતિ વ્યક્તિ પ્રતિ નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) દરમ્યાન લઘુતમ 2 ગ્રામ અને મહત્તમ ૫૦૦ ગ્રામ સોના માં રોકાણ કરી શકાશે. 5. ઇસ્યુ ની કીમત : આ બોન્ડ ની કીમત ભરણા ના સમયગાળા અગાઉ ના ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીયેશન લીમીટેડ (IBJA) દ્વારા પ્રકાશિત થતા 999 શુદ્ધતા વાળા સોનાના અઠવાડિયા (સોમવાર થી શુક્રવાર) ના બંધ ભાવ ની સાદી સરેરાશ ગણી ને રૂપિયા ના મૂલ્ય માં ગણવામાં / નક્કી કરવામાં આવશે. 6. વ્યાજ બોન્ડ ઉપર શરુઆત ના રોકાણ ઉપર વાર્ષિક 2.75% ના સ્થાયી દરે વ્યાજ મળવાપાત્ર રહેશે. વ્યાજ અર્ધ વાર્ષિક અંતરાયે ચુકવવામાં આવશે અને છેલ્લું વ્યાજ પાકતી મુદતે મુદ્દલ સાથે ચુકવવા પાત્ર થશે. 7. સ્વીકારનાર કાર્યાલયો: સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો (ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય),માન્ય પોસ્ટ ઓફીસો (જાહેર કર્યા મુજબની), સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL) ને આ બોન્ડ માટે ની અરજી સ્વીકારવાની સત્તા આપવામાં આવી છે. 8. ચુકવણી ના વિકલ્પો વધુ માં વધુ રૂપિયા 20000/- સુધી ભારતીય રૂપિયા ના ચલણ માં રોકડ સ્વરૂપે અથવા ડીમાંડ ડ્રાફ્ટ, ચેક યા ઇલેકટ્રોનિક બેન્કિંગ દ્વારા ચુકવણી સ્વીકારવામાં આવશે. ચુકવણી માટે ડીમાંડ ડ્રાફ્ટ યા ચેક, ચુકવણી સ્વીકારનાર કાર્યાલય ને નામે લખવાનો રહેશે. 9. વિમોચન (Redemption): (i) બોન્ડ 29 માર્ચ 2016 એટલે કે બોન્ડ ઇસ્યુ કર્યા તારીખ થી આઠ વર્ષ પુરા થયા બાદ વિમોચનપાત્ર બનશે. બોન્ડ ઇસ્યુ કર્યા તારીખ થી પાંચ વર્ષ પુરા થયા બાદ, વ્યાજ ચુકવણી તારીખે, પાકતી મુદત પહેલા બોન્ડ ની વિમોચનમાટે પરવાનગી છે. (ii) આ બોન્ડ ની વિમોચનની કીમત, વિમોચન ના અગાઉના અઠવાડિયા (સોમવાર થી શુક્રવાર) ના IBJA દ્વારા પ્રકાશિત થતા 999 શુદ્ધતા વાળા સોનાના ના બંધ ભાવ ની સાદી સરેરાશ ગણી ને રૂપિયા ના મૂલ્ય માં ગણવામાં / નક્કી કરવામાં આવશે. 10. પુનઃ ચુકવણી પાકતી મુદત ના એક મહિના અગાઉ સ્વીકારનાર કાર્યાલય દ્વારા રોકાણકાર ને પાકતી મુદત બાબત ની જાણ કરવમાં આવશે. 11. સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીયો (SLR) માટે ની યોગ્યતા : આ બોન્ડ નું રોકાણ SLR માટે યોગ્યતા પાત્ર ગણાશે. 12. બોન્ડ સામે/ઉપર લોન : બોન્ડ ને લોન માટે જામીનગીરી તરીકે મૂકી શકાશે.લોન ટુ વેલ્યુ રેશીયો, આર બી આઇ દ્વારા વખતો વખત સામાન્ય ગોલ્ડ લોન ને ફરજીયાત લાગુ કરાતા રેશીયો (પ્રમાણ) મુજબ રહેશે.બોન્ડ ઉપર લીયન, અધિકૃત બેંક દ્વારા ડીપોઝીટરી ને માર્ક કરવામાં આવશે. 13. કરવેરા બાબત આવક વેરા ધારા, 1961 ની જોગવાઈ મુજબ બોન્ડ ઉપર મળતું વ્યાજ કરપાત્ર રહેશે. મૂડી નફા ની ગણતરી ભૌતિક સોના (physical gold) મુજબ કરવામાં આવશે. 14. અરજીપત્ર : આ બોન્ડ માં રોકાણ નિયત કરેલા અરજીપત્ર (ફોર્મ ‘A’) ભરી ને અથવા બીજા તે પ્રકારના અન્ય ફોર્મ માં સ્પસ્ટ રીતે સોના નું વજન ગ્રામમાં અને અરજદાર નું આખું નામ તથા સરનામું દર્શાવીને કરી શકાશે.સ્વીકારનાર કાર્યાલય અરજદારને ફોર્મ ‘B’ માં રસીદ આપશે. 15. નોમીનેશન તારીખ 1 ડીસેમ્બર, 2007 નારોજ ભારત ના ગેઝેટ ની કલમ 4 ના part III માં પ્રકાશિત થયેલા ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ એકટ, 2006 (38 of 2006) અને ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ રેગ્યુંલેશન, 2007 ની જોગવાઈ મુજબ નોમીનેશન અને તેનું રદ્દીકરણ અનુક્રમે ફોર્મ ‘D’ અને ફોર્મ ‘E’ માં કરવાનું રહેશે. 16. તબદીલ પાત્રતા (Transferability) તારીખ 1 ડીસેમ્બર, 2007 નારોજ ભારત ના રાજપત્ર ની કલમ 4 ના ભાગ III માં પ્રકાશિત થયેલા ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ એકટ, 2006 (38 of 2006) અને ગવર્નમેન્ટ સીક્યુરીટીઝ રેગ્યુંલેશન, 2007 ની જોગવાઈ મુજબ બોન્ડ ટ્રાન્સફર નું ફોર્મ ‘F’ ભરીને બોન્ડ તબદીલ કરાવી શકાશે. 17. બોન્ડ ની ધંધા પાત્રતા (Tradability) ભારતીય રીઝર્વ બેંક જે તારીખ જાહેર કરે તે તારીખ થી બોન્ડ ધંધો કરવા પાત્ર થશે. 18. વિતરણ બદલ દલાલી ભરણા ની અરજી સ્વીકારનાર કાર્યાલયને કુલ મેળવેલા ભરણા ની રકમ ના પ્રતિ સો રૂપિયે એક રૂપિયા લેખે વિતરણ માટે કમીશન ચૂકવાશે અને સ્વીકારનાર કાર્યાલય આ પૈકી 50% સુધીના કમીશન નો ભાગ એજન્ટ અને પેટા એજન્ટ ને તેમણે મેળવેલ ધંધા બદલ ચૂકવશે. 19. આ સિવાય ભારત સરકાર ના નાણા ખાતા (આર્થીક બાબતો નું ખાતું) ના 8 ઓક્ટોબર 2008 ના જાહેર પત્ર નંબર F No.4(13) W & M/2008 માં દર્શાવેલી શરતો અને નિયમો આ બોન્ડ ને લાગુ પડશે. આપનો વિશ્વાસુ (અરુણ ભગોલીવાલ) |