સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે
ઓકટોબર 17, 2016 સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે. ઓક્ટોબર 19, 2016 (બુધવાર) થી સપ્ટેમ્બર 30, 2016 એ જારી કરેલા અને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવારીન સુવર્ણ બોન્ડ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર વેપાર કરવા માટે લાયક બનશે. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આ અધિસુચિત કર્યું. ભારત સરકારે સોવારીન સુવર્ણ બોન્ડ સ્કીમ 2016-2017-શ્રેણી II ની જાહેરાત તારીખ ઓગસ્ટ 29, 2016 ની અધિસુચના થી કરી હતી. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/945 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: