સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-17-શ્રેણી : II ઇસ્યુ ભાવ
ઓગસ્ટ 30, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-17-શ્રેણી : II ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(7)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓગસ્ટ 29, 2016 ના પરિપત્ર નં. IDMD.CDD No 462/14.04.050/2016-17 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના સપ્ટેમ્બર 01 થી 09, 2016 સુધી ભરણા માટે ખુલ્લી રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો આ તબક્કા નો ઇસ્યુ ભાવ ₹ 3150/- (રૂપિયા ત્રણ હજાર એકસો પચાસ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (ઓગસ્ટ 22-26, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/541 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: