<font face="mangal" size="3px">વિશેષ જમા યોજના (એસડીએસ) – 1975 કેલેંડર વર્ષ 2018 માટે  - આરબીઆઈ - Reserve Bank of India
વિશેષ જમા યોજના (એસડીએસ) – 1975 કેલેંડર વર્ષ 2018 માટે વ્યાજની ચૂકવણી
આરબીઆઇ/2018-19/88 06 ડીસેમ્બર 2018 અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદય, વિશેષ જમા યોજના (એસડીએસ) – 1975 અમે સૂચિત કરીએ છીએ કે વિશેષ થાપણ યોજના 1975 માટેના વ્યાજના દરો સંબંધિત રાજપત્ર અધિસૂચનાઓ ભારત સરકારની વેબસાઇટ અર્થાત્ egazette.nic.in પર ઉપલબ્ધ છે જેનો ઉપયોગ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. કૃપા કરીને આપ એ સુનિશ્ચિત કરો કે એસડીએસ 1975 ના માટે કેલેંડર વર્ષ 2018 માટે વ્યાજનું વિતરણ ખાતાધારકોને રાજપત્રમાં જણાવેલા દરો અનુસાર કરવામાં આવે. 2. અમે સૂચિત કરીએ છીએ કે એસડીએસ ખાતાધારકોને કેલેંડર વર્ષ 2018ના માટે વ્યાજનું વિતરણ જાન્યુઆરી 01, 2019 ના રોજ જ, ખાસ કરીને, ઇલેક્ટ્રોનિક માધ્યમથી, તારીખ ડીસેમ્બર 30, 2003ના અમારા પરિપત્ર સીઓ.ડીટી.સં. 15.01.001/એચ-3527/2003-04 માં જણાવેલી અને હાલમાં લાગૂ હોય તેવી સૂચનાઓને આધિન, કરવામાં આવે. 3. કૃપા કરીને આપ આપના બધા જ થાપણ કાર્યાલયોને યોગ્ય સૂચનો જારી કરી દેશો. ભવદીય, (એ.સિદ્ધાર્થ) |