<font face="mangal" size="3px">બેન્કિંગ કંપનીઓ ને ઉપયોગી વિશિષ્ટ જ્ઞાન અને &# - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ કંપનીઓ ને ઉપયોગી વિશિષ્ટ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ
RBI/2016-17/152 24 નવેમ્બર 2016 તમામ વાણિજ્ય બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય) પ્રિય મહોદય / મહોદયા, બેન્કિંગ કંપનીઓ ને ઉપયોગી વિશિષ્ટ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ બેન્કિંગ અને ટેકનોલોજી માં સંશોધનોના પરિપ્રેક્ષ્યમાં, એવું જણાય છે કે વાણિજ્ય બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય) ના બોર્ડ માંના ડાયરેક્ટરો માટે વિવિધ કાનૂની જોગવાઈઓ હેઠળ વર્ણવેલ કાર્યક્ષેત્રના જ્ઞાન અને અનુભવને, બેન્કોને તેમના વૈવિધ્યવાળા બીઝનેસ પોર્ટ ફોલીઓ અને જોખમો ના સંચાલનમાં માર્ગદર્શન પૂરૂ પાડવા, અન્ય વિશિષ્ટ વિસ્તારોમાંના જ્ઞાન અને અનુભવ દ્વારા વધારવાની આવશ્યકતા છે. તેથી, વ્યક્તિઓ કે જેમની બેન્કોમાં ડાયરેક્ટર તરીકેની નિમણૂંક માટે વિચારણા કરી શકાય તેમને માટે (i) ઇન્ફોર્મેશન ટેકનોલોજી, (ii) પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ, (iii) માનવ સંસાધન, (iv) જોખમ સંચાલન અને (v) ધંધાકીય સંચાલન નો સમાવેશ કરવા માટે વિશેષજ્ઞતા ના ક્ષેત્રોને વિસ્તારવાનું નક્કી કરવામાં આવ્યું. 2. સંબંધિત તારીખ 24 નવેમ્બર 2016 ના જાહેરનામા DBR. APPT. BC. NO. 38 / 29.39.001 / 2016 – 17 ની એક નકલ સંલગ્ન છે. આપનો વિશ્વાસુ, (અજયકુમાર ચૌધરી) DBR.APPT.BC.NO.38/29.39.001/2016–17 તારીખ: 24 નવેમ્બર 2016 વિશિષ્ટ જ્ઞાન અને વ્યવહારું અનુભવ બેન્કિંગ કંપનીઓને ઉપયોગી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 10 A (2) (a) (ix), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ, 1955 ની કલમ 19 A (1) (a) (viii), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (સબસીડીયરી બેંક) એક્ટ, 1959 ની કલમ 25 A (1) (a) (viii) અને બેન્કિંગ કંપનીઝ (એક્વિઝીશન અને ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ્સ) એક્ટ, 1970 / 1980 ની કલમ 9 (3 A) (A) (viii) દ્વારા મળેલ સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રીઝર્વ બેંક સૂચના જારી કરે છે કે (i) ઇન્ફોર્મેશન ટેકનોલોજી, (ii) પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ, (iii) માનવ સંસાધન, (iv) જોખમ સંચાલન, (v) ધંધાકીય સંચાલન ને લગતી બાબતો અથવા વિસ્તારોમાં વિશિષ્ટ જ્ઞાન અથવા વ્યવહારું અનુભવ બેન્કિંગ કંપની, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સબસીડીયરી બેંક અને કોરસ્પોન્ડીંગ ન્યુ બેન્ક, જેવો કેસ હોય તે, ને ઉપયોગી થશે. (સુદર્શન સેન) |