RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491306

ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં

તારીખ: 22 નવેમ્બર 2016

ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં

જાહેરજનતાની લેવડદેવડ / વ્યવહારિક જરૂરિયાતો ને ડીઝીટલ સાધનો દ્વારા પૂરી પાડવા માટે, રીઝર્વ બેન્કે નાના વેપારીઓ માટે વિશેષ વિતરણ અને Semi – Closed Prepaid Payment Instruments (PPIs) ની મર્યાદામાં વધારા દ્વારા વધારાના પગલાં શરૂ કરેલાં છે.

નાના વેપારીઓ માટે એક વિશેષ વિતરણ સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા PPIs જારી કરનારા, આવા વેપારીઓને PPI ઇસ્યુ કરી શકે છે. જો કે આવા PPI ની શેષ / બેલેન્સ કોઇપણ સમયે રૂપિયા 20,000/- થી વધી શકશે નહીં, પરંતુ વેપારીઓ આવા PPI માંથી તેઓના સંલગ્ન બેંક એકાઉન્ટમાં પ્રત્યેક વ્યવહાર ની કોઈ મર્યાદા વગર, રૂપિયા 50,000/- સુધી પ્રતિમાસ અંતરણ / ટ્રાન્સફર કરી શકશે. વેપારીઓ એ માત્ર તેમના દરજ્જા અને તેમના બેંક ખાતાની વિગતો ને લગતી એક સ્વયં ઘોષણા પૂરી પાડવાની રહેશે. ન્યૂનતમ વિગતો સાથે જારી કરાયેલા સેમી – ક્લોઝ્ડ PPIs ની મર્યાદા વર્તમાન રૂપિયા 10,000/- થી વધારીને રૂપિયા 20,000/- કરવામાં આવી છે. કોઇપણ માસ દરમ્યાન પુન:ભરતી (Reloads) નું કુલ મૂલ્ય પણ રૂપિયા 20,000/- સુધી વધારેલ છે.

અન્ય વર્ગનાં PPIs માટેની વર્તમાન સૂચનાઓ યથાવત રહેશે. અધિકૃત PPI જારી કરનારાઓ દ્વારા રૂપિયા 1,00,000/- સુધીના બેલેન્સ સાથેના પૂર્ણ KYC PPIs ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખી શકશે.

સમિક્ષાને અધીન, ઉપરના પગલાં તારીખ 21 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી અમલમાં રહેશે.

અગાઉની PPI માર્ગદર્શિકાઓ આવા વેપારીઓ માટે PPIs ખોલવાની એક અલગ વર્ગ તરીકે ખાસ જોગવાઈઓ ધરાવતી ન હતી અને ન્યૂનતમ વિગતો સાથે જારી કરેલા semi – closed PPIs માટે ની મર્યાદા રૂપિયા 10,000/- હતી.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1282

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?