<font face="mangal" size="3">31 માર્ચ 2017 સુધી વિશેષ પગલાં :- ઈમીજીયેટ પેમેન્ટ સર& - આરબીઆઈ - Reserve Bank of India
31 માર્ચ 2017 સુધી વિશેષ પગલાં :- ઈમીજીયેટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ), યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) & અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) માટે ગ્રાહક શુલ્ક નું સંમેયીકરણ/સરળીકરણ
RBI/2016-17/185 16 ડીસેમ્બર 2016 ચેરમન અને મેનેજીગ ડાયરેક્ટર/ મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદયા/ મહોદય, 31 માર્ચ 2017 સુધી વિશેષ પગલાં :- ઈમીજીયેટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ), યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) & અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) માટે ગ્રાહક શુલ્ક નું સંમેયીકરણ/સરળીકરણ તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર Circular No.DCM (Plg) No.1226/10.27.00/2016-17 દ્વારા વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટ –એસબીએન) ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચ્યા બાદ, સરકાર વિવિધ સહભાગીતાઓ સાથે પરામર્શ માં સમાજ ના વિશાળ વર્ગ દ્વારા ડિજિટલ ચૂકવણીઓ ના વ્યાપક સ્વીકાર માટે પ્રોત્સાહન પૂરું પાડવા કેટલાક પગલાં લઇ રહી છે. હંગામી પગલાં તરીકે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમામ સહભાગીતા બેંકો અને પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ) ઇસ્યુ કરનારાઓ રૂ. 1000 સુધીના ઈમીજીયેટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ), યુએસએસડી બેઝ્ડ *99# અને યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સિસ્ટમ્સ પર સેટલ થયેલા વ્યવહારો માટે ગ્રાહકો પર કોઈ શુલ્ક / ચાર્જ લગાવશે નહી. 2. ઉપર ના પગલાઓ 01જાન્યુઆરી 2017 થી અમલ માં આવશે અને 31 માર્ચ 2017 સુધી લાગુ પડશે. મધ્યવર્તી સમયગાળા માં, ભારતીય રિઝર્વ બેંક સંબંધિત સહભાગીતાઓ દ્વારા ઉપરોક્ત ચેનલો હેઠળ શુલ્ક ની સમીક્ષા ની સગવડતા કરશે. 3. આ ડાયરેકટીવ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 (એક્ટ 51 ઓફ 2007) ની કલમ 10(2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ જારી કરવામાં આવ્યો છે. આપની વિશ્વાસુ, (નંદા એસ. દવે) |