<font face="mangal" size="3">DCCB એ રાખેલી ‘સ્પેસીફાઈડ બેંક નોટ્સ</font> - આરબીઆઈ - Reserve Bank of India
DCCB એ રાખેલી ‘સ્પેસીફાઈડ બેંક નોટ્સ
RBI/2016-17/331 29 જુન, 2017 ચેરમેન /મેનેજીંગ ડાયરેક્ટર /ચીફ એકઝીકયુટીવ ઓફિસર મહોદય/મહોદયા DCCB એ રાખેલી ‘સ્પેસીફાઈડ બેંક નોટ્સ' કૃપયા ભારત સરકાર દ્વારા 20 જુન 2017 ના રોજ સૂચિત કરવામાં આવેલા ‘સ્પેસીફાઈડ બેંક નોટ્સ (બેંક, પોસ્ટ ઓફીસ અને ડીસ્ટરીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો દ્વારા ડીપોઝીટ કરેલી) રૂલ્સ, 2017 નું અવલોકન કરો. તેના ફકરા નં. 2 મુજબ DCCB પાસેથી તેના ગ્રાહકો પાસેથી નવેમ્બર 10 થી 14, 2016 દરમ્યાન મેળવેલી નોટો નીચે મુજબ સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલ છે. i. નવેમ્બર 10 થી 14 દરમ્યાન DCCB એ બદલેલી /સ્વીકારેલી એસબીએન ડીપોઝીટ કરવા લાયક ગણાશે. 8 નવેમ્બર 2016 ના રોજ બંધ થતા વ્યવહારો વખતે રાખેલી એસબીએન ની સિલક, જે હજુ સુધી જમા ન કરવી હોય, તે ડીપોઝીટ કરવા પાત્ર થશે નહી. ii. DCCB એ 15 નવેમ્બર 2016 બાદ સ્વીકારેલી એસબીએન આ સવલત અંતર્ગત ડીપોઝીટ માટે સ્વીકાર્ય નથી iii. આ સવલત આરબીઆઇ ની અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ ,ગૌહત્તી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, ન્યુ દિલ્હી, પટના અને થીરુવનંથપુરમ ના ક્ષેત્રિય કાર્યાલય માં ઉપ્લબ્ધ થશે iv. DCCB, લાયક ગણાતી એસબીએન ને બેંક ગેરંટી સ્કીમ અંતર્ગત આરબીઆઇ માં ડીપોઝીટ કરી શકશે. નિયત કરેલ સમયગાળામાં એસબીએન ન જમા કરવા ના કારણો થી આરબીઆઇ ને સંતોષ થાય તો સમ્બન્ધિત બેન્કના ખાતા માં તે જમા કરવામાં આવશે. v. જે તે DCCB, તે જે આરબીઆઇ ના કાર્યાલય ના કાર્યક્ષેત્ર માં ઓપરેટ કરતી હોય તે કાર્યાલય નો સમ્પર્ક સાધી શકે છે. vi. આ રીતે મેળવેલ એસબીએનની, જે તે DCCB ના પ્રતિનિધિ ની હાજરીમાં ચોકસાઈ અને અધિકૃતતા ની ચકાસણી માટે સઘન તપાસ કરવામાં આવશે અને વધ / ઘટ અને કાઉન્ટરફીટ એડજસ્ટ કરવામાં આવશે. vii. નિયુક્ત આરબીઆઇ કાર્યાલય 19 જુલાઈ 2017 સુધી એસબીએન સ્વીકારશે. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) બિડાણ: ઉપર મુજબ |