<font face="mangal" size="3">શ્રી ભારતી કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., હૈદરાબા& - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી ભારતી કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., હૈદરાબાદ, તેલંગાણા - દંડિત
નવેમ્બર 27, 2018 શ્રી ભારતી કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., હૈદરાબાદ, તેલંગાણા - દંડિત ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શ્રી ભારતી કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., હૈદરાબાદ તેલંગાણા પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કલમ ૩૫ એ હેઠળ આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન અને અનુપાલન ન કરવા માટે અનુપાલન રિપોર્ટ મળ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જણાવેલ છે. કેસના સમગ્ર મુદ્દાઓ, બેન્કનો જવાબ અને પર્સનલ હિઈયરિંગ ને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન 2018-2019/1212 |