<font face="mangal" size="3">વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન</font> - આરબીઆઈ - Reserve Bank of India
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન આ નિવેદન બેન્કિંગ માળખા ને વધુ મજબુત કરવા અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ની અસરકારકતા વધારવા માટે લેવાનારા વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ અંગે ના પગલાં રજુ કરે છે. 2. નિયમન, નિરીક્ષણ (સર્વેલન્સ) અને અમલ (એન્ફોર્સમેન્ટ) આ ત્રણ નાણાકીય ક્ષેત્ર ના નિરીક્ષણ માટે ની પદ્ધતિ ના અગત્યનાં પાસા છે. નિયમનો એક માળખું નક્કી કરે છે કે જેથી એક તરફ સમજ, પારદર્શિતા અને તુલ્યાંકન (સરખામણી) સુનિશ્ચિત કરી શકાય અને બીજી બાજુ ગ્રાહક હિત ની સુરક્ષા કરી શકાય. નિરીક્ષણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા નિયમનો ના પાલન અંગે દેખરેખ રખાય છે. અમલ એ નિરીક્ષણ પ્રક્રિયા દરમ્યાન અથવા અન્ય રીતે જોવા મળેલ નિયમનો ના અપરીપાલન ના કેસો હાથ પર લે છે. તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંક માં નિયમનકારી અને નિરીક્ષણ કાર્યો નું સ્પષ્ટ સીમાંકન થયેલ છે. અમલ ની કાર્યવાહી માટે એક મજબુત માળખું અને પ્રક્રિયા ને વિકસાવવા ના હેતુ થી, એક અલગ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબત માં આવશ્યક પગલાં લેવાનું શરુ કરેલ છે અને નવું ડીપાર્ટમેન્ટ 01 એપ્રિલ 2017 થી કાર્યરત થશે. 3. એક્સપર્ટ પેનલ ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકઝામિનેશન એન્ડ સાયબર સિક્યોરીટી (ચેરપર્સન: શ્રીમતી મીના હેમચંદ્રા) ની ભલામણો ના આધારે, ભારતીય રિઝર્વ બેન્કે 02 જૂન 2016 ના રોજ બેંકો ને સાયબર જોખમો નો સામનો કરવા માટે સાયબર સુરક્ષા ની તૈયારી કરવા નો આદેશ આપતી માર્ગદર્શિકાઓ જારી કરેલ છે. જોકે બેંકો એ તેમની સુરક્ષાઓ ને મજબુત કરવાના પગલાં લીધેલા છે, તાજેતર ના સાયબર હુમલાઓ ની વૈવિધ્ય અને યુક્તીબાજ પ્રકૃતિ એ સાયબર સિક્યોરીટી ના માળખા અને ઉભરતી ધમકીઓ ની સતત સમીક્ષા ની આવશ્યકતા ઉભી કરી છે. આ બાબતે, એક આંતર શાખાકીય સ્ટેન્ડીંગ કમિટી ઓન સાયબર સિક્યોરીટી ની રચના થઇ રહી છે કે જે અન્ય બાબતો સાથે :
જોસ જે. કત્તુર પ્રેસ પ્રકાશન: 2016-2017/2127 |