RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505424

વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018

ફેબ્રુઆરી 07, 2018

વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત

1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્યાવરણમાં તેમના સંક્રમણને સમર્થન આપવા માટેના એક પગલા તરીકે, તે નક્કી કરવામાં આવ્યું છે કે GST- રજિસ્ટર્ડ સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSMEs), કે જે 31 ઓગસ્ટ, 2017 ના રોજ પ્રમાણભૂત(standard) હતા અને જેમાં 31 જાન્યુઆરી, 2018 ના રોજ બેન્કો અને એનબીએફસીના એકંદર એક્સપોઝર 250 મિલિયન કરતાં વધી જતાં નથી, તેમની સપ્ટેમ્બર 1, 2017 ના રોજની મુદતવીતી રકમ તથા સપ્ટેમ્બર 1, 2017 અને 31 જાન્યુઆરી, 2018 વચ્ચે ડ્યુ થતી ચુકવણીઓ, અસ્કયામત વર્ગીકરણમાં ડાઉનગ્રેડ કર્યા વિના, બેંકો અને એનબીએફસી દ્વારા તેમની મૂળ નિર્ધારિત તારીખથી 180 દિવસ કરતાં વધુ નહિ એમ, ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. વિગતવાર સૂચનાઓ આજે જારી કરવામાં આવી છે.

અગ્રતા ક્ષેત્ર હેઠળ MSME (સેવાઓ) પરની ધિરાણ ટોચ મર્યાદા દૂર કરવી

2. વિવિધ હિસ્સેદારો પાસેથી પ્રાપ્ત થયેલ પ્રતિક્રિયા અને આપણા અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના વધતા મહત્વની સાથે, અગ્રતા ક્ષેત્ર હેઠળ વર્ગીકરણ માટે અનુક્રમે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (સર્વિસીઝ) માટે પ્રતિ બોરોઅર અનુક્રમે 50 મિલિયન અને 100 મિલીયન ની હાલમાં લાગુ લોન મર્યાદાઓ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તદનુસાર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ, સાહસ વિકાસ (એમએસએમઇડી) એક્ટ, 2006 હેઠળના સાધનોમાં રોકાણના સંદર્ભમાં વ્યાખ્યાયિત સેવાઓ પૂરી પાડવામાં અથવા પ્રદાન કરવા માટે MSMEs માટેની તમામ બેંક લોન્સ કોઈપણ ધિરાણ ટોચ મર્યાદા વિના અગ્રતા ક્ષેત્ર હેઠળ પાત્ર થશે.

20 અને તેથી વધુ શાખાઓ ધરાવતી વિદેશી બૅન્કો માટે નાના અને સીમાંત ખેડૂતો તથા માઇક્રો એન્ટરપ્રાઇઝિસના પેટા લક્ષ્યોની આવશ્યકતા

3. બેંકો માટે પ્રાધાન્યતા ક્ષેત્રની ધિરાણ માર્ગદર્શિકાઓમાં સમાન ક્ષેત્ર હાંસલ કરવા માટે, એપ્રિલ 2015 માં નક્કી કરવામાં આવ્યું હતું કે 2018 પછી (એટલે ​​કે, માર્ગદર્શિકાઓ જારી કર્યાના ત્રણ વર્ષ પછી), 20 અને વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકોને નાના અને સીમાંત ખેડૂતો તથા માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટેના ધિરાણના પેટા લક્ષ્યો લાગુ પાડવામાં આવશે. એ નક્કી કરવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 થી 20 અને વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકો માટે નાના અને સીમાંત ખેડૂતો તથા માઇક્રો એન્ટરપ્રાઇઝિસને ધિરાણ માટે સમાયોજિત નેટ બેન્ક ક્રેડિટ (એએનબીસી) ના 8 ટકા અથવા ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર (સીઇઓબીઇ) ની ક્રેડિટ સમકક્ષ, જે વધારે હોય, નો ઉપ-લક્ષ્યાંક લાગુ કરવામાં આવશે.વધુમાં, નાણાંકીય વર્ષ 2018-19 થી, દેશમાં સૂક્ષ્મ સાહસને એએનબીસી (ANBC) ના 7.50 ટકા અથવા સીઇઓબીઇ (CEOBE), જે વધારે હોય, ના બેંક ધિરાણનો ઉપ લક્ષ્યાંક, 20 અને વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકો ને પણ લાગુ કરવામાં આવશે.

બેન્ચમાર્ક રેટ પદ્ધતિમાં સંવાદિતા લાવવી

4. રિઝર્વ બેંકે ‘બેઝ રેટ’ શાસનની મર્યાદાઓને લીધે એપ્રિલ 1, 2016 થી અમલમાં આવે તે રીતે ‘ભંડોળ આધારિત ધિરાણ દરો ની સીમાંત કિંમત (એમસીએલઆર)’ પધ્ધતિ ની રજૂઆત કરી હતી. એમસીએલઆર પધ્ધતિની રજૂઆત સાથે, એવી ધારણા હતી કે વર્તમાન બેઝ રેટ લિંક્ડ ક્રેડિટ એક્સપૉઝર પણ એમસીએલઆર પધ્ધતિમાં સ્થળાંતર કરશે. જોકે, અગાઉની નાણાંકીય નીતિના નિવેદનોમાં રિઝર્વ બેંકે આ ચિંતાનો સંકેત આપ્યો હોવા છતાં એવું જોવામાં આવ્યું છે કે બેન્ક લોનોનો મોટો હિસ્સો બેઝ રેટ સાથે જોડાયેલો રહ્યો છે. MCLR પોલિસી રેટ સિગ્નલો માટે વધુ સંવેદનશીલ હોવાથી, 1 લી એપ્રિલ, 2018 થી અમલમાં, બેઝ રેટને એમસીએલઆર સાથે જોડીને બેન્ચમાર્ક રેટ નક્કી કરવાની પદ્ધતિનો સુમેળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવશ્યક સૂચનાઓ આગામી સપ્તાહના અંત સુધીમાં આપવામાં આવશે.

વ્યાપક રેપો (Repo) દિશા નિર્દેશો

5. હાલમાં, રિઝર્વ બેન્કના રેપો દિશા નિર્દેશો સરકારી સિક્યોરિટીઝ અને કોર્પોરેટ દેવાં માટે અલગથી આપવામાં આવે છે. અન્ય બાબતોની સાથે સાથે આ દિશા નિર્દેશો, રેપો હાથ ધરી શકે તે માટે પાત્ર એન્ટીટીઝ અને કોલેટરલ તરીકે ઉપયોગમાં લઇ શકાય તે કોર્પોરેટ બૉન્ડ્સના ન્યુનત્તમ ક્રેડિટ રેટિંગ ને સ્પષ્ટ કરે છે. જુદા જુદા પ્રકારના કોલેટરલ પર નિયમનોનો સુમેળ કરવા અને વિશાળ સહભાગિતાને પ્રોત્સાહિત કરવા, ખાસ કરીને કોર્પોરેટ દેવું રીપોઝ માટે, રેપો દિશાનિર્દેશો ને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે પ્રસ્તાવિત છે. સુધારેલા દિશા નિર્દેશો આ મહિનાણા અંત સુધીમાં જારી કરવામાં થશે.

ઑનશોર ફોરેક્સ હેજિંગ માટે બિન-નિવાસીઓને ઍક્સેસની સરળતા

6. તેમના કરંટ અને કેપીટલ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સમાંથી ઉદ્ભવતા તેમના આઈએનઆર(INR) ચલણી જોખમના હેજિંગ માટે હેજ કરવા માટેની પરવાનગીવાળા પ્રકારો અને જે સાધનોનો ઉપયોગ કરી શકાય છે તે માટે બિન-નિવાસીઓની પહોંચ મર્યાદિત છે. મસાલા બોન્ડ એક્સપોસર્સ સહિત તેમની હેજિંગ જરૂરિયાતો માટે આવા બિન-નિવાસીઓની ઍક્સેસને સરળ બનાવવાના હેતુથી, હવે તેમને કોઈ પણ પરવાનગીવાળા સાધનોનો ઉપયોગ કરીને ગતિશીલ રીતે તેમની ચલણ અને વ્યાજ દરની ઉઘરાણીને હેજ કરવા દેવાની દરખાસ્ત કરવામાં આવી છે. ફેમા (FEMA) નિયમોમાં જરૂરી ફેરફારો કર્યા પછી ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવે ત્યાર પછી ઉપરોક્ત પરવાનગી આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવશે.

એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ (ઇટીસીડી) માટેની મર્યાદાઓમાં ફેરફાર

7. હાલમાં, અંતર્ગત એક્સપોઝરનો પુરાવો સ્થાપિત કર્યા વગર, એક્સચેન્જ દીઠ યુએસડી-આઈએનઆર માટે 15 મિલિયન ડૉલર અને એક્સચેન્જ દીઠ, રૂપિયાને સામેલ કરતા અન્ય ચલણ ની જોડી માં 5 મિલિયન ડોલર સુધી એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્સમાં વપરાશકર્તાઓ પોઝિશન લઈ શકે છે. આ મર્યાદાની છેલ્લી સમીક્ષા માર્ચ 2015 માં કરવામાં આવી હતી. ત્યારબાદ એક્સચેન્જો પરના INR ને લગતા ચલણ વિકલ્પ કરારની રજૂઆત કરવાની આરબીઆઇએ મંજૂરી આપી છે. એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, હવે આ પોઝીશન લીમીટસને તમામ વિદેશી ચલણ - INR જોડીમાં મર્જ કરવાની અને તમામ એક્સચેન્જમાં સંયુક્ત ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ માટે વપરાશકર્તા દીઠ 100 મિલિયન યુએસ ડોલર (નિવાસી અને બિન-નિવાસી, બંને) ની એક જ મર્યાદા પૂરી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર આ મહિનાના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે.

એફબીઆઇએલ(FBIL) દ્વારા જી-સેક બેન્ચમાર્ક અને ફોરેક્સ સંદર્ભ દર નો હવાલો લેવો

8. ફાઈનાન્સિયલ બેન્ચમાર્કની સમિતિની ભલામણો મુજબ 2014માં ફાઈનાન્સિયલ બેન્ચમાર્કસ ઈન્ડિયા પ્રા. લી. (FBIL) ની સ્થાપના કરવામાં આવી હતી. એફબીઆઈએલે અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ટર-બેન્ક આઉટરાઈટ રેટ (MIBOR) અને વિકલ્પ વોલેટિલિટી જેવા વર્તમાન બેન્ચમાર્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને માર્કેટ રેટ ઓવરનાઈટ રેટ (એમઆરઓઆર-MROR), ડિપોઝિટનું સર્ટિફિકેટ (સીડી) અને ‘ટી-બીલ્સ યીલ્ડ કર્વ’ જેવા નવા બેન્ચમાર્કને રજૂ કર્યા છે. નાણાંકીય બજારોના આ બેન્ચમાર્કસની વિશ્વસનીયતા અને નાણાંકીય બજારની એકત્રિતતા માટે બેન્ચમાર્કના મૂલ્યાંકન સહિત નાણાંકીય બજારના તમામ બેન્ચમાર્કના સંચાલન માટે એક સ્વતંત્ર સંસ્થા તરીકે એફબીઆઇએલ (FBIL) નો વિકાસ મહત્વનો છે. તદનુસાર, એ દરખાસ્ત છે કે (i) એફબીઆઇએલ હાલમાં એફઆઇએમએમડીએ (FIMMDA) દ્વારા કરવામાં આવતી સરકારી સિક્યોરિટીઝ (કેન્દ્ર અને રાજ્યો, બંને દ્વારા જારી કરવામાં આવતી) નાં મૂલ્યાંકન ને ધોરણસરનું કરવા માટેની જવાબદારી સ્વીકારશે; અને, (ii) એફબીઆઈએલ સ્પોટ યુએસડી / આઈએનઆર અને અન્ય મુખ્ય કરન્સી માટે રૂપિયા સામે દૈનિક "રેફરન્સ રેટ" ની ગણતરી અને પ્રસારની જવાબદારી પણ લેશે, જે હાલમાં રિઝર્વ બેન્ક કરી રહી છે. આ બે કાર્યોના અમલીકરણ માટેની અસરકારક તારીખો એફબીઆઇએલ અને રિઝર્વ બેન્ક દ્વારા દર્શાવાશે.

નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના ગ્રાહકો માટે ઓમ્બડ્સમેન સ્કીમ

9. નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) ના ગ્રાહકોને ખર્ચ-મુક્ત અને ઝડપી ફરિયાદ નિવારણ પદ્ધતિ પૂરી પાડવાના હેતુથી એનબીએફસી માટે ઓમ્બડ્સમેન સ્કીમ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્કીમમાં તમામ ડિપોઝિટ લેતી એનબીએફસી અને જેનો કસ્ટમર ઇન્ટરફેસ રૂપિયા એક બિલિયન અને તેથી વધુ એસેટ સાઈઝ ધરાવતો હોય તેને આવરી લેવાશે. શરૂઆતમાં, આ યોજનાને આ મહિનાના અંત સુધીમાં તમામ ડિપોઝિટ લેતી એનબીએફસી માટે લાગુ કરવામાં આવશે.

કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા

10. 4 ઓક્ટોબર, 2016 ના રોજ ચોથા દ્વિ-માસિક મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જાહેર કર્યા મુજબ રિઝર્વ બેન્કે ખજાનાની હિલચાલની સલામતી સહિત, ચલણ વ્યવસ્થાના સમગ્ર મર્યાદાક્ષેત્રની સમીક્ષા કરવા માટે બે ઉચ્ચસ્તરીય આંતર-એજન્સી સમિતિઓની રચના કરી હતી. રિઝર્વ બેન્કે, સરકાર સાથે પરામર્શમાં, ચાર મુદ્રા પ્રેસ(currency chest) ના બાહ્ય જૂથ દ્વારા ઑડિટની ગોઠવણી કરી હતી, જેમાંના બે રિઝર્વ બેંકની પેટાકંપની દ્વારા ચલાવવામાં આવે છે અને બે સરકારના એકમ દ્વારા સંચાલિત થાય છે, જેથી નોટ પ્રિન્ટિંગની પ્રક્રિયા, કાચા માલની પ્રાપ્તિ, ગુણવત્તા ખાતરી પ્રક્રિયાઓ, સુરક્ષા વગેરેની પ્રમાણિતતા સુનિશ્ચિત થઇ શકે. ઉપરોક્ત સમિતિઓની ભલામણોને નવ મહિનાની અંદર અમલમાં મૂકવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે.

કરન્સી વિતરણ અને એક્સચેન્જ યોજનાની સમીક્ષા (સીડીઇએસ)

11. બેન્કોના ચલણની કામગીરીમાં ટેક્નોલૉજીના સમાવેશને પ્રોત્સાહન આપવા અને તેમને સુધારેલ ગ્રાહક સેવાઓ પ્રદાન કરવા માટે, વિવિધ મશીનોની સ્થાપના માટે સમયાંતરે રિઝર્વ બેન્ક દ્વારા પ્રોત્સાહનો પ્રદાન કરવામાં આવે છે. એવું જણાયું છે કે તેનો હેતુ મહદ્દ અંશે સિધ્ધ થયો છે. ઓછી રોકડવાળા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના હેતુથી, પ્રોત્સાહક યોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને કેશ રિસાઇકલર મશીનો (સીઆરએમ) અને ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ) ની સ્થાપના માટે પ્રોત્સાહનોને વધુ આગળ નહિ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જોસ જે. કટ્ટુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2147

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?