<font face="mangal" size="3px">વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભા& - આરબીઆઈ - Reserve Bank of India
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક
તારીખ : ઓગસ્ટ 02, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક 1. નાણાકીય નીતિ ટ્રાન્સમિશન ની સૂધારણા માટે ના પગલાઓ : નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા માટે એપ્રિલ 2016 માં દાખલ કરેલી ‘ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ’ (MCLR) સિસ્ટમ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હતી છતાં પણ તેનો ‘બેઝ રેટ સિસ્ટમ’ ઉપર ફાયદો હતો. નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા અને બૅન્ક ધિરાણ દર ને બજાર નિર્ધારિત બેન્ચમાર્ક સાથે સીધા લિન્ક કરવાના અન્વેષણ ના પરિપ્રેક્ષ્યમાં MCLR ના વિવિધ પાસાઓ ના અભ્યાસ માટે ભારતીય રિઝર્વ બેંક (આર બી આઇ) દ્વારા આંતરિક અભ્યાસ જૂથ ની રચના કરવામાં આવી છે.આ જૂથ સપ્ટેમ્બર 24, 2017 સુધીમાં અહેવાલ આપશે. વધુમાં, MCLR ની રચના બાદ કેટલીક બેન્કો ના આધાર દર ની ઝડપી ચકાસણી સૂચવે છે કે તે MCLR કરતા નોંધપાત્ર રીતે ઓછા ખસેલ છે. એ જરૂરી નથી કે આધાર દર માં ફેરફાર ની સીમા MCLR ના પુનરાવર્તન નો આઇનો હોય. વાસ્તવિક અર્થતંત્ર માં કાર્યક્ષમ નાણાકીય નીતિ ટ્રાન્સમિશન માટે જડ આધાર દર એ ચિંતા જનક છે. બેંકોનો મોટો ભાગ ફ્લોટિંગ રેટ લોન પોર્ટફોલિયો નો છે જે હજુ પણ આધાર દર પર આધારીત છે. આર બી આઇ દ્વારા આધાર દર બેન્કો ના ભંડોળ ના ખર્ચ માં થતાં ફેરફાર થી વધુ પ્રતિભાવીત થાય તે માટે નજીક ના ભવિષ્ય માં જુદા જુદા વિકલ્પો નું અન્વેષણ કરવામાં આવશે. 2. એલ સી આર ની માર્ગદર્શિકા માં સુધારો : ‘લિક્વિડિટી કવરેજ રેશિયો’ (એલ સી આર) ની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ રોકડ, જેમાં જરૂરી લઘુતમ સી આર આર થી વધારા ની રોકડ અનામત નો સમાવેશ થાય છે તે, લેવલ 1 ‘હાઇ ક્વોલિટી લિક્વિડ એસેટ’ (એચ ક્યૂ એલ એ) તરીકે ઓળખાશે. અલબત્ત, બીજી સેન્ટ્રલ બેન્કો માં રહેલી વધારા ની અનામત ને લેવલ 1 એચ ક્યૂ એલ એ તરીકે ઓળખાશે નહીં. સૂચનોની સમીક્ષા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભારત માં ફોરેન સેન્ટરલ બેન્ક સાથે સ્થપાયેલી બેન્કોએ, યજમાન દેશ ની અનામત ની જરૂરીયાત થી વધુ ધારણ કરેલી અનામત ને કેટલીક શરતો ને આધીન એચ ક્યૂ એલ એ તરીકે ગણવા માં આવશે. પરિપત્ર આજે જારી કરવામાં આવશે 3. ભારત માં પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી પર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ : ધિરાણ લેનાર અને આપનાર વચ્ચે ની માહિતીની અસમપ્રમાણતા ને સંબોધવા તેમજ ધિરાણ બજાર ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સામાન્ય રીતે સેન્ટ્રલ બેંક યા દેશોમાં મોટા ભાગના કામ કરતી સુપરવાઈઝરી ઓથોરીટી દ્વારા ખાનગી ક્રેડીટ બ્યુરો અને પબ્લિક ક્રેડીટ રજીસ્ટ્રી ((PCR) ચલાવવામાં આવે છે. આજની તારીખે ભારત માં ચાર ક્રેડીટ બ્યુરો યા ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (જેવીકે CIBIL,Equifax, Experian અને CRIF Highmark) કાર્યરત છે જેનું નિયમન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઝ (રેગ્યુલેશન) એક્ટ 2005( CICRA 2005) અંતર્ગત આર બી આઈ કરે છે. આર બી આઈ ની અંદર મોટા એક્સપોઝરને ટ્રેક કરીને સુપરવાઇઝરી જરૂરિયાતો પૂરી પાડવા માટે સેન્ટ્રલ રીપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડીટ (CRILC) રચવામાં આવી છે. આરબીઆઇ પાસે ક્રેડિટ ગ્રેન્યુલર એકાઉન્ટ સ્તરની માહિતી સાથે વ્યાપક મૂળભૂત આંકડાકીય રીટર્ન ડેટાબેઝ (BSR-1) પણ છે પીસીઆર સંભવિત રીતે બેન્કોને ક્રેડીટ આકારણી અને ક્રેડિટના ભાવ નક્કી કરવામાં તેમજ જોખમ આધારિત, ડાયનેમિક અને કાઉન્ટર સાયકલીક્લ જોગવાઈ કરવા માં મદદ કરી શકે છે. નાણાકીય નીતિ નું ટ્રાન્સમિશન કામ કરે છે કે કેમ તે સમજવામાં પણ પીસીઆર આર બી આઈ ને મદદ કરી શકે છે. અને જો તેમ ન હોય તો બોટલનેક્સ શોધવામાં મદદ કરે છે. વધુમાં તે નિરીક્ષકો, નિયામકો અને બેંક ને પ્રારંભિક હસ્તક્ષેપ કરી અને સ્ટ્રેસરૂપ બેંક ક્રેડીટ ના અસરકારક પુનર્ગઠન માટે મદદ કરી શકે છે. ઉપરોક્ત બાબત ને ધ્યાન માં રાખીને (i) ભારત માં પ્રવર્તમાન ક્રેડીટ ઇન્ફોર્મેશન ની પ્રાપ્યતા ની સમીક્ષા કરવા (ii) તફાવત ની આકારની કરવી જેથી તેને વ્યાપક પીસીઆર થી પુરી શકાય (iii) આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો નો અભ્યાસ કરવા માટે અને (iv) ભારત માટે અગ્રતા વિસ્તાર, પારદર્શક વિકાસ, વ્યાપક અને વાસ્તવિક સમય નજીક પીસીઆર નો રોડ મેપ સૂચવવા નિષ્ણાતો અને મુખ્ય હિસ્સેદારો ને સમાવી ને હાઈ લેવલ ટાસ્ક ફોર્સ ની રચના કરવાનું વિચાર્યું છે 4. ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs) દ્વારા કોમ્પ્રીહેન્સીવ ક્રેડીટ ઇન્ફોર્મેશન રીપોર્ટ (CIRs) ઇસ્યુ કરવા : એવું જોવા મળ્યું છે કે ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs) ક્રેડીટ ઇન્સ્ટીટ્યુશનો (CIs) ને ખાસ મોડ્યુલો જેવાકે વ્યાપારી માહિતી,ગ્રાહકોની માહિતી અથવા એમ એફ આઈ માહિતી પર આધારિત ક્રેડીટ ઇન્ફોર્મેશન ની મર્યાદિત વર્ઝન ઓફર કરવાની પ્રથાને અનુસરી રહી છે ક્રેડીટ ઇન્સ્ટીટ્યુશનો દ્વારા થતા કાર્યક્ષમ ક્રેડિટ મૂલ્યાંકનને સરળ બનાવવા માટે અને ધિરાણ આપનાર અને લેનાર વચ્ચે માહિતી ની અસમપ્રમાણતા ઘટાડવા માટે, CICs ને નિર્દેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે કે તે CIC ના ડેટા બેઝ ના બધા મોડ્યુલો માં પ્રાપ્ય ક્રેડીટ માહિતીનો સમાવેશ CIs ને મોકલવાના CIRs માં કરે. પરિપત્ર આજે જારી કરવામાં આવશે 5. આરબીઆઇ દ્વારા પરિવારોનું સર્વેક્ષણ : નાણાકીય નીતિ માટે આરબીઆઇ નિયમિત રીતે સર્વેક્ષણનું સંચાલન હાથ ધરે છે આવા સર્વેના સંચાલન માટે આરબીઆઇ ના માર્ગદર્શન માટે ‘એ ટેકનીકલ એડવાઈઝરી કમિટી ઓન સર્વેઝ’ (TACS) આ ક્ષેત્ર ની નામાંકિત સંસ્થાઓમાંથી સભ્યો નું ચયન કરેછે. જયારે 18 શહેરોમાંથી આશરે 5500 પરિવારો નો ’ઇન્ફલેશન એક્ષ્પેકટેશન સર્વે ઓફ હાઉંસહોલ્ડઝ ‘(IESH) નું સંચાલન કરવામાં આવેલું ત્યારે 6 શહેરોમાં આશરે 5400 પરિવારો નો ‘કન્સ્યુમર કોન્ફીડન્સ સર્વે’ (CCS) કરવામાં આવેલો. તેમનું પ્રતિનિધિત્વ સુધારવા માટે TACS ના સૂચનો મુજબ IESH નો વ્યાપ ગ્રામ્ય તથા અર્ધ શહેરી વિસ્તારો સુધી વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને CCS ના કેસ માં આ વ્યાપ 6 શહેરો થી 13 શહેરો સુધી વધારવામાં આવશે. 6. ટ્રાઇ-પાર્ટી રેપો ટ્રાઇ પાર્ટી રેપોની રજૂઆત થી કોર્પોરેટ બોન્ડ રેપો માર્કેટ માં સારી તરલતા ના યોગદાનની શક્યતા છે. તેનાથી ગવર્ન્મેન્ટ સિક્યુરીટી રેપો ના બદલે બજાર માં રેપો ઇન્સ્ટ્રુમેન્ટ નો વિકલ્પ મળશે. જાહેર પ્રતિસાદ માટે એપ્રિલ 11, 2017 ના રોજ ટ્રાઇ પાર્ટી રેપોની રજૂઆત નો મુસદ્દો આરબીઆઇ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલો છે. પ્રતિસાદ ની તપાસ કરવામાં આવી છે અને અંતિમ પરિપત્ર મધ્ય ઓગસ્ટ 2017 ની આસપાસ જારી કરવામાં આવશે. 7. સરળ હેજિંગ સુવિધા આરબીઆઇ એ પ્રથમ વખત સરળ હેજિંગ સુવિધા યોજના ની જાહેરાત ઓગસ્ટ 2016 માં કરેલી અને યોજનાનો મુસદ્દો એપ્રિલ 12, 2017 ના રોજ પ્રકાશિત કરેલો. યોજનાનો હેતુ દસ્તાવેજો ની જરૂરિયાત ઓછી કરી ઉત્પાદન,હેતુ અને હેજિંગ લવચિકતા માટેના પ્રસ્તાવનાત્મક ધોરણ ટાળવા નો છે. વધુ ડાયનેમિક અને કાર્યક્ષમ હેજિંગ કલ્ચર ને પ્રોત્સાહન આપવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે.આ યોજના ના સંચાલન માટે ના પરિપત્રને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે સરકાર દ્વારા FEMA ની સુચના ઇસ્યુ કર્યા બાદ પ્રકાશિત કરવામાં આવશે. 8. ‘ફોરેન પોર્ટફોલીઓ ઇન્વેસ્ટર્સ’ (FPIs) માટે ‘ઈન્ટરેસ્ટ રેટ ફ્યુચર‘ (IRFs) ની અલગ મર્યાદા હાલમાં, સરકારી જામીનગીરીઓ માટે FPI ની મર્યાદા જામીનગીરીઓ માં રોકાણો અને બોન્ડ ફ્યુચર માં રોકાણો એ બંને વચ્ચે ફંજીબલ છે. વધુ માર્કેટ ડેવલપમેન્ટને સરળ બનાવવા અને જયારે સરકારી જામીનગીરીઓ ની હરાજી હોય ત્યારની FPI ની મર્યાદા ના તબક્કા માં ભવિષ્યમાં FPIs નો વપરાશ અવિરત રહે તેની ખાત્રી માટે IRFs ની લાંબા ગાળાની સ્થિતિ માટે FPIs ને 5000 કરોડ ની અલગ મર્યાદા ફાળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે FPIs ના સરકારી જામીનગીરીઓ માં રોકાણો માટે સૂચવવામાં આવેલી મર્યાદા આવી જામીનગીરીઓ હસ્તગત કરવા માટે વિશેષ રૂપે ઉપલબ્ધ છે. હેજિંગ હેતુ માટે એફપીઆઇ વપરાશ નો વ્યાજ દર ફ્યુચર અગાઉ ની જેમજ ચાલુ રહેશે સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આરબીઆઇ દ્વારા આ બાબત નો પરિપત્ર જારી કરવામાં આવશે. જોસ જે ક્ત્તુર પ્રેસ જાહેરાત : 2017-2018/326 |