RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516037

વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

04 ઓક્ટોબર, 2017

વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

આ નિવેદન નાણાંકીય પ્રસારણમાં સુધારા; બૅન્કિંગ રેગ્યુલેશન અને પર્યવેક્ષણ ને મજબૂત કરવા; નાણાકીય બજારો વ્યાપક અને સઘન બનાવવા માટે; ચુકવણી અને પતાવટ પ્રણાલીની અસરકારકતા વધારી ને વિત્તિય સેવાઓની પહોંચ નો વિસ્તાર કરવાના વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિવિષયક ઉપાયો તૈયાર કરે છે.

I. નાણાંકીય નીતિ પ્રસારણ માં સુધારો કરવા માટે ના ઉપાય

2. જેમ કે 2 ઓગસ્ટ, 2017 ના વિકાસાત્મક અને નિયમનકારી નીતિઓ અંગેના નિવેદનમાં જણાવ્યા મુજબ, રિઝર્વ બઁક દ્વારા નાણાકીય પ્રસારણમાં સુધારાના પરિપ્રેક્ષ્યમાં ફંડ આધારિત ઋણ દર પ્રણાલી ના સીમાંત લાગત ના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા માટે આંતરિક અભ્યાસ જૂથ (ચેરમેન ડો. જનક રાજ) ની રચના કરવામાં આવી હતી. અભ્યાસ જૂથ, કે જેણે 25 સપ્ટેમ્બર, 2017 ના રોજ તેનો અહેવાલ રજૂ કર્યો તેમણે જોયું બેઝ રેટ /એમસીએલઆર જેવા આંતરિક માપદંડ નાણાંકીય નીતિ નું પ્રભાવી રીતે પ્રસારણ કરી શક્યા નથી. બેઝ રેટ/એમસીએલઆર ની ગણતરી માં મધ્યસ્થતા અને તેની ઉપર લગાડાયેલ સ્પ્રેડે વ્યાજ દર નિર્ધારણ પ્રક્રિયા ની અખંડિતતા ને ઓછી આંકી છે. બેઝ રેટ/ એમસીએલઆર વ્યવસ્થા બેન્ક ઋણ ના મૂલ્ય નિર્ધારણ માટેની વૈશ્વીક પ્રથા સાથે સુસંગત નથી.

તેથી અભ્યાસ ગ્રુપે સમયબદ્ધ પદ્ધતિ થી બહારના માપદંડ માટે ભલામણ કરી છે. અભ્યાસ ગ્રૂપનો રિપોર્ટ, આમ જનતા અને હિતધરાવનારાઓની ટિપ્પણી મેળવવા માટે રિઝર્વ બેન્ક ની વેબસાઇટ પર જારી કરવામાં આવશે. રિઝર્વ બેન્ક 25 ઓક્ટોબર, 2017 સુધીમાં મળેલ પ્રતિક્રિયા ને ધ્યાનમાં રાખીને અભ્યાસ જૂથ ની ભલામણો પર અંતિમ નિર્ણય લેશે.

II. બેંકિંગ નિયમન અને પર્યવેક્ષણ

3. સ્ટેચ્યુટરી લિક્વિડિટીમાં ઘટાડો (SLR): 1 જાન્યૂઆરી 2019 સુધીમાં 100 ટકા લિક્વિડિટી કવરેજ રેશિયો તરફ સંક્રમણ ના ભાગ રૂપે, 14 ઓક્ટોબર 2017 થી ચાલુ થતા પખવાડિયા થી બેંકો ના સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ને 50 બેઝીક પોઈન્ટ જેટલો ઘટાડીને નેટ ડિમાન્ડ અને ટાઇમ લાએબીલીટીઝ (NDTL) ના 20 ટકા ને બદલે 19.50 ટકા સુધી કરવાનો પ્રસ્તાવ છે. SLR સિક્યોરિટી પેટે “હેલ્ડ ટુ મચ્યોરિટી” (HTM) હેઠળ ધારણ કરેલ સીકયોરિટીઝ ની ટોચમર્યાદા પણ ઘટાડીને બેન્ક ની ‘NDTL’ ના 20.25 ટકા થી 19.50 ટકા તબક્કાવાર કરવી એટલેકે 31 ડિસેમ્બર, 2017 સુધીમાં 20.00% અને 31 માર્ચ, 2018 સુધીમાં 19.50%.

4. સાર્વજનિક ઋણ રજીસ્ટરી માટે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ : ઓગસ્ટ, 2017 ની વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ ના આવેદન માં જાહેર કર્યા પ્રમાણે ભારત માટે સાર્વજનિક ઋણ રજિસ્ટરી માટે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ (ચેરમેન શ્રી યશવંત મ. દેઓસ્થલી) નું ગઠન કરવા માં આવ્યું છે. તેમાં વિવિધ, હિત ધરાવનાર ના પ્રતિનિધિઓ, રિઝર્વ બેન્ક, બેન્કો, નોન-બેંકિંગ ફીનાન્સિયલ કંપનીઓ (NBFCs), ઔદ્યોગિક સંસ્થાઓ અને ઈન્ફર્મેશન ટેકનૉલોજિ ના નિષ્ણાતો નો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સ, શાખ (ક્રેડિટ) ને લગતી હાલની માહિતીની ઉપલબ્ધતા, હાલની માહિતી ની ઉપયોગીતા ની પર્યાપ્તતા ની સમીક્ષા કરશે અને પીસીઆર દ્વારા દૂર કરી શકાય તેવી ખામીઓ ની ઓળખ કરશે. તે PCR નો દાયરો (કાર્યક્ષેત્ર) અને માહિતી અને ક્રેડિટ બજારો ના વિવિધ પ્રકારો ને નિર્ધારિત કરવા માટે ની સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય પ્રથાઓ નો અભ્યાસ કરશે કે જે ને PCR એ આવરી લેવી જોઈએ. ટાસ્ક ફોર્સ અદ્યતન માહિતી પ્રણાલી નો પ્રસ્તાવ કરશે જે હાલની પ્રણાલી ને મજબૂત અને એકીકૃત કરી શકશે અને ભારત માટે એક પારદર્શક, વિસ્તૃત અને નિયર-રિયલ-ટાઈમ PCR વિકસાવવા માટે એક મોડ્યુલર, પ્રાથમિકતાબદ્ધ રોડ-મેપ નો પ્રસ્તાવ આપશે. ટાસ્ક ફોર્સ તેના ગઠન ની તારીખથી 6 મહિનાની અંદર તેનો રિપોર્ટ આપશે એટલેકે 4 એપ્રિલ, 2017 સુધીમાં.

5. કાનૂની એકમ ઓળખકર્તા (એલઈઆઈ)(LEI): એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કો એ, કોઈ પણ બેન્ક પાસેથી 5 કરોડ કે તેનાથી વધારે ફંડ આધારિત અને બિન-ભંડોળ આધારિત જોખમ વાળા કોર્પોરેટ ઋણ કર્તાઓ માટે કાનૂની એકમ ઓળખકર્તા (એલઈઆઈ) માં રજીસ્ટ્રેશન કરાવવાનું અને તેને કેન્દ્રીય રિપિઝિટરી ઓફ ઈન્ફર્મેશન ઓફ લાર્જ ક્રેડિટ (સીઆરઆઈએલસી) માં અધિકૃત કરાવવાનું ફરજિયાત કરવું જરૂરી છે. આનાથી કોર્પોરેટ સમૂહો દ્વારા લેવામાં આવેલ કુલ ઋણ ના મૂલ્યાંકન અને એકમ/સમૂહ ની નાણાકીય પ્રોફાઇલ પર નજર રાખવામાં સહાયતા મળશે. આ જરૂરિયાત એક માપાંકિત (કેલિબ્રેટેડ), પરંતુ સમયબદ્ધ રીતે લાગુ કરવામાં આવશે. જરૂરી નિર્દેશ ઓક્ટોબર, 2017 ના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

6. સહકારી બેક દ્વારા ચાલુ ખાતા ખોલવા : હાલમાં નોન શિડ્યુલ સહકારી બેન્કો (એનએસસીબી) આ માટે નિર્ધારિત કેટલીક જરૂરીઆતો ને કારણે રિઝર્વ બેંકમાં ચાલુ ખાતાં ખોલાવવામાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. પરિણામે, સહકારી બેન્કો ને, જાહેર ક્ષેત્રો ની બૅન્કો, સ્ટેટ કો ઓપરેટિવ બેન્કો, અને ડિસ્ટ્રીકટ કો ઓપેરેટિવે બેન્કો માં કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) બેલેન્સ રાખવાની ફરજ પડે છે અને આને ઇન્ટર બેન્ક બૅલેન્સ ગણવામાં આવે છે. પરંતું,આંતર બેન્ક ડિપોઝિટ, બેન્ક ની છેલ્લા વાર્ષિક સરવૈયા ની તારીખે કુલ ડેપોઝિટ ના 20% ની મર્યાદા માં આવે છે તેથી સહકારી બેન્કો ને ક્લીયરીગ/સેટલમેન્ટ, ગવર્મેન્ટ સેકયોરિટી ટ્રાન્સેકશન, રેમિટન્સ અને કરન્સી ચેસ્ટ ઓપેરેશન જેવા કર્યો માટે જરૂરી લિક્વિડિટી ફંડ જાળવવા નું મુશ્કેલ લાગે છે. તદનુસાર, બધી સહકારી બૅન્કો, રિઝર્વ બેંક માં ચાલુ ખાતાં ખોલી શકે અને સીઆરઆર જાળવી શકે તે માટે કેટલાક નિયમનકારી ધોરણો હળવા કરવામાં આવ્યા છે. રિઝર્વ બેન્ક ના બદ્ધા પ્રાદેશિક કાર્યાલયોને સૂચના આપવામાં આવી છે કે ઓલ-ઇન્ક્લુઝીવ ડાઇરેક્શન માં આવતી હોય તે સિવાયની બધીજ લાઇસન્સ ધરાવતી સહકારી બેન્કો ને ચાલુ ખાતા ખોલવા માટે નો-ઓબ્જેશન પ્રમાણ-પત્ર જારી કરે, બીજું કાઇ કરવા માટે નહીં.

7. એનબીએફસીનું નિયમન: પીયર ટૂ પીયર (P to P) – રિઝર્વ બેન્કે નોન બેંકિંગ ફિનાન્સિયલ કપની (એનબીએફસી) ના રૂપે પીયર ટૂ પીયર લેંડિંગ પ્લેટફોર્મ ના નિયમન પર એક ચર્ચા પત્ર જારી કર્યું હતું. 18 સપ્ટેમ્બર , 2017 ના રોજ પ્રકાશિત ગેઝ્ટ અધિસુચના પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્ક રેગયુંલેશન એક્ટ, 1934 ની કલમ 451 (f) (iii) હેઠળ પી ટૂ પી પ્લેટફોર્મ ને એનબીએફસી તરીકે અધિસુચિત કરવામાં આવ્યું છે. પરિણામે, રિઝર્વ બેન્ક હવે એનબીએફસી (પી.પી.પી) (P2P) માટે રેગ્યુલેશન આજે જારી કરે છે.

8. વરિષ્ઠ નાગરિકો અને જુદી રીતે સક્ષમ વ્યક્તિઓ માટે બેન્કિંગ સુવિધા - એવું જણાવવામાં આવ્યું છે કે બેન્કો વરિષ્ઠ નાગરિકો અને જુદી રીતે સક્ષમ વ્યક્તિઓને શાખાઓમાં બેંકિંગ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે હતોત્સાહ કરે છે અથવા ના પડે છે. ડિજિટલ ટ્રાન્સેકશન અને એટીએમ ના વપરાશ ને પ્રોત્સાહિત કરવાનું જરૂરી હોય છતાં વરિષ્ઠ નાગરિકો અને જુદી રીતે સક્ષમ વ્યક્તિઓ ની આવશ્યકતાઓ પ્રત્યે સંવંદનશીલ થવું જરૂરી છે. બેન્કો ને આવી વ્યક્તિઓ ની જરૂરિયાત પૂરી કરવા માટે સ્પષ્ટ પદ્ધતિઓ અમલા માં મૂકવાની સૂચના આપવામાં આવી છે કે જેથી તેઓ હાંસિયામાં ધકેલાયા નું ના અનુભાવે. આ સંદર્ભ માં આવેલી ફરિયાદો પર ધ્યાન આપવા માટે લોકપાલ ને પણ સલાહ આપવામાં આવશે. આને લગતો જરૂરી નિર્દેશ ઓક્ટોબર, 2017 ના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

III: વિત્તીય બજારો

9. ઇલેક્ટ્રોનિક ટ્રેડીંગ પ્લેટફોર્મ ને અધિકૃત કરવા માટે નું માળખું (ETP) – ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ને વિશ્વભરમાં ઉત્તેજન આપવામાં આવે છે કારણકે તેના થી કિંમત/ભાવ નિર્ધારણ માં પારદર્શિતા, પ્રક્રિયા કાર્યક્ષમતા અને જોખમ નિયંત્રણ વધારે છે. આ બજાર નિરીક્ષણ ની ક્ષમતા પર જાપ્તો રાખવા ની ક્ષમતા વધારે સક્ષમ બનાવે છે અને તેથી બજાર નો દુરુપયોગ અને અનુચિત વ્યાપારિક પ્રથા ને નિરુત્સાહિત કરે છે. રિઝર્વ બેન્ક, રિઝર્વ બેન્ક દ્વારા નિયંત્રિત વિત્તિય બજાર સાધનો(ઇન્સ્ટ્રૂમેન્ટ્સ) માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ (ETP) ને અધિકૃત કરવા માટે નું માળખું રચવામાં આવશે. માળખું અન્ય બાબતોની સાથે વિગતવાર લાયકાત માપદંડ, તકનીકી જરૂરિયાતો અને રિપોર્ટિંગ ધોરણોનો સમાવેશ કરશે. તમામ નવા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને આ ફ્રેમવર્ક હેઠળ અધિકૃતતાની જરૂર પડશે, જ્યારે હાલના પ્લેટફોર્મ્સને રિઝર્વ બૅંક પાસેથી પશ્ચાદવર્તી અસર થી મેળવવાની જરૂર પડશે. એક ડ્રાફ્ટ ફ્રેમવર્ક, ઑક્ટોબર 2017 ના અંત સુધીમાં સાર્વજનિક પ્રજામત માટે રિઝર્વ બેન્કની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

10. રિટેલ વપરાશકર્તાઓ માટે વિદેશી વિનિમય ટ્રેડિંગ પ્લેટફોર્મ - વિદેશી મુદ્રા બજારમાં છૂટક વપરાશકર્તાઓ (વ્યક્તિઓ અને માઇક્રો, સ્મોલ અને મધ્યમ સાહસો) માટે પારદર્શક અને વાજબી ભાવોનો મુદ્દો વિભિન્ન મંચ અને સાર્વજનિક ચર્ચાઓમાં ઉઠાવવામાં આવેલ છે. "રિટેલ વપરાશકર્તા" (ટ્રાન્ઝેક્શન કદની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરવામાં આવે છે) માટેના ભાવો નું પરિણામ સુધારવા માટે એક પદ્ધતિ પ્રસ્તાવિત છે, જેમાં ગ્રાહકોને ઇન્ટર-બેન્ક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પ્રવેશ આપીને ગ્રાહક ભાવો સીધા નક્કી કરવામાં આવે છે જ્યાં બિડ / ક્લાયંટ્સ અને ઑથોરાઇઝ્ડ ડીલર બેન્કોથી અજ્ઞાત રૂપે અને આપમેળે મળી શકે છે. આવી પદ્ધતિથી પારદર્શિતા આવવા સાથે સ્પર્ધામાં વધારો થશે અને ગ્રાહકો માટે વધુ સારી કિંમતો મળશે. ગ્રાહક દ્વારા ઓર્ડરની ડાયરેક્ટ એક્ઝીક્યુશન બૅન્કો ને વેરહાઉસિંગ વ્યવહારોમાં માર્કેટેબલ લોટ થતાં સુધી માં સામનો કરવા પડતાં જોખમ ને ઘટાડશે . બૅંક તેના ગ્રાહકો ને વહીવટી ખર્ચ પેટે એક પૂર્વ-સ્વીકૃત એક સરખો ચાર્જ કરી શકે કે જે સાર્વજનિક રૂપે જાહેર કરવામાં આવેલ હોય. એકંદરે, તેનાથી વિદેશી વિનિમય બજારમાં રિટેલ ગ્રાહકો દ્વારા થતા કુલ ખર્ચમાં ઘટાડો થવો જોઈએ. ક્લીયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (સીસીઆઈએલ) ઇન્ટરનેટ-આધારિત એપ્લિકેશન દ્વારા તેના પ્લેટફોર્મ એફએક્સ-ક્લીયરને એક્સેસ કરાવાશે. પ્રસ્તાવ પર જાહેર ટિપ્પણીઓ માટે ચર્ચા-પત્રક ઑક્ટોબર 2017 સુધીમાં જારી કરવામાં આવશે.

11. રૂપિયમાં (INR) ઇનવોઇઝ્ડ ટ્રેડ એક્સપોઝર નું હેજિંગ: બિન નિવાસી આયાતકારો અને નિકાસકારોને કામગીરીની સુગમતા - માર્ચ 2017 માં, રિઝર્વ બૅંકે બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમના બિન-નિવાસી કેન્દ્રિય ખજાના ને તેમની ભારતીય પેટાકંપનીઓ ના ચાલુ ખાતાના વ્યવહારો પર રૂપિયો (આઈએનઆર) જોખમનું હેજ કરવા માટે મંજૂરી આપી હતી. નોન-રેસિડેન્ટ આયાતકારો અને નિકાસકારો (એનઆરઆઈઈ) દ્વારા રહેવાસીઓ સાથે કરાતા રૂપિયામાં ઇંવોઇસ્ડ ટ્રેડ ટ્રાન્ઝેક્શન નું હેજિંગ તેમના કેન્દ્રિત ટ્રેઝરી / ગ્રૂપ કંપનીઓ થી હેજ કરવાની તક વિસ્તૃત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી વેપારના વ્યવહારોની રૂપિયામાં ઇન્વૉઇસિંગને પ્રોત્સાહન આપીને રૂપિયાના આંતરરાષ્ટ્રિયકરણની સાથેજ વિદેશી રહેવાસીને વિદેશી રોકાણના જોખમોને ઓનશોર કરવા માટે પ્રોત્સાહિત કરે એવી અપેક્ષા રાખવામા આવે છે. આ આશય થી એક પરિપત્ર ઓક્ટોબર, 2017 ના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

12. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટની (એફપીએઆઈ) નીતિઓ ની સમીક્ષા - વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) ના ભારતમાં ઋણ નિવેશ નું નિયમનકારી શાસન કેપિટલ એકાઉન્ટ મેનેજમેન્ટ માટે ના મોટા માળખા નો એક ભાગ છે. વર્ષો જતાં આ નિયમનકારી માળખું વિકસિત થયું છે, જે મૂડી પ્રવાહથી અને વિકસતી જતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ થી પ્રભાવિત છે. ભારતમાં એફપીઆઇના રસમાં નોંધપાત્ર વધારો થયો છે, એફપીઆઈ દ્વારા રોકાણ અને હેજિંગની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મેક્રો-પ્રુડેન્શિયલ બાબતોને ધ્યાનમાં રાખીને, જેવી કે નેટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશનની સ્થિતિસ્થાપકતાની ખાતરી કરવી, એફપીઆઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ પરના વર્તમાન નિયમોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવશે. ભારત સરકાર અને સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ (સેબી) સાથે પરામર્શ કરીને નિયમનકારી ફેરફારો ને અંતિમ રૂપ આપવામાં આવશે અને એપ્રિલ 2018 થી અમલમાં આવશે.

13. શોર્ટ સેલિંગ નિર્દેશોની સમીક્ષા - વ્યાજ દરના દૃષ્ટિકોણમાં વિવિધતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે 2005 માં દાખલ કરાયેલ સરકારી સિક્યોરિટીઝ (જી-સેક) માં શોર્ટ સેલિંગ ની શરૂઆત ને પરિણામે જી-સેક માર્કેટ વધારે સક્રિય થયા છે. બજારની સુવ્યવસ્થિત કામગીરી માટે શોર્ટ સેલિંગ વેચાણ વ્યવહારોની સરળ પતાવટ જરૂરી છે. આ હેતુ થી આવું નક્કી કરવામાં આવ્યું છે કે, (i) એક શોર્ટ સેલર ને 'નોશનલ શોર્ટ સેલ' માટે સિક્યોરિટીઝ ઉછીની લેવાની જરૂર નથી, જ્યાં બેન્કોને વેચાણ / પરિપક્વતા પોર્ટફોલિયો માટેના વેપાર / પૉલિસી ઉધાર લેવાની જરૂર પડે છે અને, (ii) એફપીઆઇ દ્વારા ઓવર-ધ-કાઉન્ટર (ઓટીસી) જી-સેક ટ્રાન્ઝેક્શન ટી + 1 અથવા ટી + 2 આધાર પર પતાવટ માટે કરાર કરી શકાય છે. આ બાબતે નિર્દેશો ઓક્ટોબર 2017 ના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

14. રાજ્યો દ્વારા બજારમાંથી ઋણ: શ્રેષ્ઠ પ્રથાઓને અપનાવી - રાજ્યો દ્વારા બજારમાંથી ધિરાણના કાર્યક્રમોના વિકાસના ભાગરૂપે, ઘણી મહાન પ્રથાઓની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય વિકાસ લોન બજાર (SDL) માં તરલતા વિકસિત કરવા, એસડીએલ જારી કરવામાં વૃદ્ધિ લાવવા, બજાર આધારીત મૂલ્યો જે વ્યક્તિગત રાજ્ય ના રાજકોષીય જોખમ મેટ્રિક પ્રતિ સંવેદનશીલ હોય છે ની દિશામાં આગળ વધવા માટે અને હરાજી ના પરિણમો ની જાહેરાતમાં અનિશ્ચતતા ને ઓછી કરવા માટે નીચેના ઉપાય પ્રસ્તાવીત કરવામાં આવી રહયા છે.

  • એસડીએલમાં પુન:જારી કરવા અને બાયબેક દ્વારા તરલતામાં સુધારો કરવા માટે, રાજ્ય સરકારના દેવાને એકીકૃત કરવામાં આવશે જેથી પુન:ચૂકવણીના દબાણમાં ઘટાડો થઈ શકે અને બાકી પાકતી મુદતમાં વધારો થઈ શકે.

  • સાપ્તાહિક ધોરણે એસડીએલની હરાજી યોજવામાં આવશે અને હરાજીના પરિણામોને તે જ દિવસે મોડા માં મોડા સાંજના 3.00 વાગ્યા સુધી જાહેર કરવામાં આવશે.

  • રિઝર્વ બેન્ક સાથે ઉપલબ્ધ રાજ્ય સરકારની નાણાકીય બાબતો અંગેની ઉચ્ચ આવર્તન માહિતી તેની વેબસાઈટ ઉપર દર્શાવાશે.

અંતિમ દિશાનિર્દેશો ઓક્ટોબર, 2017 ના અંત સુધીમાં જારી કરાવામાં આવશે. આ દિશાનિર્દેશો એસડીએલ માર્કેટમાં રાજ્યોની હાલની અપૂરતા પ્રતિબિંબને ઘટાડવા માટે આગામી 12 મહિનામાં રીઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા એકંદર સુધારાઓમાં પ્રારંભિક પગલાંનું નિર્માણ કરશે (ઉદાહરણ તરીકે, ફિસ્કલ જવાબદારી અને બજેટમાં મેનેજમેન્ટ રીવ્યુ કમિટી રિપોર્ટ, એપ્રિલ 2017)

એસડીએલ બજારમાં રાજ્યોમાં જોખમની અસમાનતાના (ઉદાહરણ તરીકે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ રિવ્યૂ કમિટિ રિપોર્ટ, એપ્રિલ 2017 માં જણાવ્યા મુજબ) ના અપૂરતા પ્રતિબિંબને ઘટાડવા આ દિશાનિર્દેશો આગામી 12 મહિનામાં રિઝર્વ બૅન્ક દ્વારા અનાવારણ કરાનાર સમગ્ર સુધારાઓ નું પ્રથમ પગલું હશે.

15. પ્રાથમિક હરાજીમાં રિટેલ ભાગીદારી: એગ્રીગેટર્સ તરીકે સ્ટોક એક્સચેન્જો- રોકાણકારના આધારમાં વૈવિધ્ય લાવવા (diversifying) ની એકંદર વ્યૂહરચનાના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક જી-સેક માર્કેટમાં વિવિધ પગલાં લઈ રહી છે. આમાંના કેટલાક, સરકારી સિક્યુરિટીઝ એક્ટ, 2006 માં ફેરફાર, એનડીએસ-ઓએમ સેકન્ડરી માર્કેટમાં ઓડ લોટ્સની રજૂઆત, સેટલમેન્ટ મિકેનિઝમમાં સુધારણા, પ્રાઇમરી ડીલર દ્વારા જી-સેકની રિટેલિંગ અને પ્રાથમિક હરાજીમાં બિન સ્પર્ધાત્મક બિડિંગની શરૂઆત છે. આ સમગ્ર પહેલ ને અનુરૂપ કેન્દ્રીય અંદાજપત્ર 2016-17 એ જાહેર કર્યું હતું કે રિઝર્વ બૅન્ક સ્ટોક એક્સચેન્જો મારફત પ્રાથમિક અને સેકન્ડરી બજારોમાં રિટેલ ભાગીદારીને સરળ બનાવશે. તદનુસાર, સેબી સાથે પરામર્શ કર્યા પછી, દરખાસ્ત કરવામાં આવે છે કે:

  • અનુસૂચિત બેંકો અને પ્રાથમિક ડીલરો ઉપરાંત નિર્ધારિત શેરબજારો ને, ભારત સરકારના ડેટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બીલની હરાજી માટે બિન-સ્પર્ધાત્મક સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોની બિડ માટે એગ્રીગેટર / સુવિધાકર્તા તરીકે કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

અંતિમ દિશા નિર્દેશો ઑક્ટોબર 2017 ના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

IV. ચુકવણી અને સમાધાન /પેમેંટ એન્ડ સેટલમેન્ટ

16. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરના માસ્ટર દિશા નિર્દેશ (પીપીઆઇ) - રિઝર્વ બેન્કે PPI ઇકોસિસ્ટમના સુવ્યવસ્થિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ 2009 માં પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ (પીપીઆઇ) ની ફાળવણી અને કામગીરી માટે માર્ગદર્શિકા જારી કરી હતી. પ્રાપ્ત અનુભવના આધારે, માર્ચ 20, 2017 ના રોજ આ વિષય પરના માસ્ટર ડિરેક્શન્સના ડ્રાફ્ટને ટિપ્પણીઓ માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવ્યો હતો. પ્રાપ્ત પ્રતિસાદની તપાસ કરવામાં આવી છે અને ગ્રાહક ફરિયાદ નિવારણ તંત્રને સુધારવા ઉપરાંત, સ્પર્ધા અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને કામગીરીની સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવાના હેતુથી ઓપરેશનલ માર્ગદર્શિકાને તર્કસંગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ માટેની પરિકલ્પના પ્રમાણે, સુધારેલા માળખું, PPIs ના ઉપયોગમાં આંતર-ઓપરેટીબિલિટી લાવવા માટેનો માર્ગ મોકળો કરશે. સુધારાયેલ માસ્ટર દિશા નિર્દેશો જારી કર્યા ના છ મહિનાની અંદર કેવાયસીના સુસંગત PPI માં આંતર ઓપરેટીબિલિટી નો અમલ કરવામાં આવશે, જે એક સપ્તાહની અંદર એટલે કે, 11 ઓક્ટોબર, 2017 સુધીમાં જારી કરવામાં આવશે.

જોસ જે. કટ્ટુર
મખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/924

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?