<font face="mangal" size="3px">નોટો અને સિક્કાઓનો સંગ્રહ</font> - આરબીઆઈ - Reserve Bank of India
નોટો અને સિક્કાઓનો સંગ્રહ
આરબીઆઈ/2018-19/133 28 ફેબ્રુઆરી 2019 મુખ્ય કારોબારી અધિકારી / ચેરમેન / મહોદયા / મહોદય, નોટો અને સિક્કાઓનો સંગ્રહ 04 ઓકટોબર 2016 ના નાણાકીય નિતી નિવેદનના ફકરા 15માં જણાવ્યા અનુસાર, બેન્કે માર્ગસ્થ ટ્રેઝરીની સુરક્ષાના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરવા માટે કરન્સી હેરફેર પર એક સમિતિની (કમિટી ઓન કરન્સી મૂવમેન્ટ) [ચેરમેન: શ્રી ડી. કે. મોહંતી, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર] રચના કરેલી હતી. સમિતિની ભલામણો તપાસવામાં આવી અને કરન્સી ચેસ્ટોમાં સંગ્રહ સુવિધાઓના પ્રમાણીકરણ સાથે સંબંધિત નીચેની ભલામણોનો તત્કાળ અમલ કરવામાં આવશે: (અ) વોલ્ટમાં વધારે મોટી જગ્યા ધરાવતી કરન્સી ચેસ્ટો સ્પષ્ટ દૃશ્ય અને સીસીટીવી કવરેજને અવરોધિત કર્યા વિના મેશ માળખા અને બેરીકેડઝ દ્વારા અલગ પાડીને વોલ્ટની અંદર સિક્કાઓનો અલગથી સંગ્રહ કરવાની વિચારણા કરશે. (બ) એવી કરન્સી ચેસ્ટો કે જેમની પાસે વોલ્ટની અંદર સિક્કાઓનો અલગથી સંગ્રહ કરવા માટે પર્યાપ્ત સંગ્રહ જગ્યા નથી તેઓ આ પરિપત્રની ભાવનાને ધ્યાનમાં રાખી તેમની કાર્યકારી અનુકુળતા પ્રમાણે સીસીટીવી કવરેજ હેઠળ સિક્કાઓનો સંગ્રહ કરવાનું ચાલુ રાખી શકે છે જેથી નોટો અને સિક્કાઓની જગ્યાઓને સ્પષ્ટ રીતે ઓળખી શકાય. (ક) બેંકો મૂલ્યવર્ગો ની માહિતીની ઓળખ માટે તથા નવી, પુન:જારી કરવા યોગ્ય અને ગંદી નોટોના સ્પષ્ટ વિભાગીકરણ માટે તેમના બીનને સ્પષ્ટ રૂપે રંગ સંકેત કરવાની યોગ્ય પદ્ધતિ શોધી કાઢશે કે જેને તેમની તમામ કરન્સી ચેસ્ટોને સમાનરૂપે લાગુ પાડશે. જેને હજુ એનએસએમ (નોટ સોર્ટીંગ મશીન) પર પ્રોસેસ કરવાની બાકી હોય એવી નોટોનો સમાવેશ કરતા બીનને પણ અલગ રીતે રંગ સંકેત કરવામાં આવશે. 2. તમારી બેન્કની તમામ કરન્સી ચેસ્ટોમાં ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ અંગેની પુષ્ટિ જેમના ક્ષેત્રાધિકાર હેઠળ તમારી વડી કચેરી આવેલી હોય તેવા ક્ષેત્રીય કાર્યાલયના નિર્ગમ વિભાગને 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં મોકલી આપવી. આપનો વિશ્વાસુ, (અવિરલ જૈન) |