<font face="mangal" size="3">સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિ - આરબીઆઈ - Reserve Bank of India
સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક લિમિટેડ માટે સુપરવઈઝરી મહાવિદ્યાલયો (કોલેજો)
માર્ચ 07, 2017 સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક ફેબ્રુઆરી 22 થી 24, 2017 દરમ્યાન મુંબઈ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક ની સુપેરવાઇઝરી કોલેજોની બેઠકો મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કના ડે. ગર્વનર શ્રી એસ એસ મુંદ્રા એ કોલેજો ની કાર્યવાહી નો પ્રારંભા કરાવ્યો હતો./ (ઉદઘાટન) કર્યું હતું. ઓગણીસ વિદેશી બેંકિગ સુપરવઈઝરી સત્તા ના છત્રીસ નિરક્ષકો એ સ્ટેટ બેન્ક ઓફ ઇંડિય ની સુપેરવાઇઝરી કોલેજ માં ફેબ્રુઆરી 22, 2017 ના રોજ ભાગ લીધો હતો. દસ વિદેશો બેંકિગ સુપરવઈઝરી સત્તા ના સોળ નિરીક્ષકો અને છ સત્તાવાળા ના દસ નિરીક્ષકો એ, અનુક્રમે આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક લિમિટેડ અને એક્સિસ બેન્ક લિમિટેડ ની સુપરવઈઝરી કોલેજો માં ફેબ્રુઆરી 23, 2017 ના રોજ ભાગ લીધો હતો. પાંચ વિદેશી બેંકિંગ સત્તા ના દસ નિરીક્ષકો એ પંજાબ નાશનલ બેન્ક ની સુપરવઈઝરી કોલેજ માં ફેબ્રુઆરી 02, 2017 ના રોજ ભાગ લીધો હતો. આ બેન્કો ની આગેવાની હેઠળ ના નાણાકીય જૂથો ભારત ના નાણાં બજાર ના એક કરતાં વધારી વિભાગોમાં કર્યા કરે છે અને વિશાળ નાણાંકીય પ્રવૃતિઑ હાથ ધરે છે, જેમાં વ્યાપારી બેંકિંગ, મૂડી રોકાણ, વીમો અને નિવૃત્તિ વેતન નિધિ નું સંચાલન વગેરે નો સમાવેશ થાય, છે એટલે સેકયોરિટીઝ અને એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), વીમા નિયમન અને વિકાસ સત્તા માંડળ (IRDA) અને પેન્શન રેગ્યુલટરી એન્ડ દવાલપમેંટ સત્તા માંડળ (PFRD), ના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. શ્રી મુન્દ્રા એ નિરીક્ષકો ની કોલેજ ના સંભોધાન માં ભારત માં મેક્રોઈકોનોમિ ની સ્થિતિ, આર.બી.આઈ નો હાલનો સુપરવિઝરી (નિરક્ષણ) નો અભિગમ, તાજેતરના સમયમાં અપનાવવામાં આવેલા નિરક્ષણ માટે ના પગલાં, સાયબર સલામતી તરફ વધારવામાં આવેલ ધ્યાન, ભારતીય બેંકિંગ પ્રણાલી માટે ની નિર્ણાયક બાબતો જેવીકે અસ્કયામતો (એસેટ્સ) ની ગુણવત્તા સંબંધિત મુદ્દા વગેરે, નું વિહંગાવલોકન આપ્યું. ડે. ગવર્નરે નોધ્યું કે સુપરવઈઝરી કોલેજની બેઠકો, નિરીક્ષકો વચ્ચે વિશ્વાસ એને સંબંધ બંધવામાં મદદરૂપ છે. શ્રીમતી અરુંધતિ ભટ્ટાચાર્ય, ચેરમેન, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, શ્રીમતી ચાંદા કોચર, એમડી અને સીઇઓ, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, શ્રીમતી શિખા શર્મા, એમડી અને સી.ઇ.ઓ, એક્સિસ બેન્ક લિમિટેડ અને શ્રીમતી ઉષા આનંથાસુબ્રમનીયન, એમડી અને સી.ઇ.ઓ, પંજાબ નેશનલ બેન્ક, એ પ્રેઝન્ટેશન આપ્યું અને નિરીક્ષકોને તેમની લગતીવળગતી બેન્ક ને લગતા પ્રશ્નો ના જવાબ આપ્યા હતા. આર.બી.આઈ માં સુપેરવાઇઝરી (નિરીક્ષણ) ક્ષેત્રે થયેલી પ્રગતિ નો ચિતાર (માહિતી) ભાગ લેનારાઓ ને આપ્યો હતો. ભાગ લેનારાઓ એ સહિયારી ચિંતા ના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક ની વિદેશમાં હાજરી અને કામગીરી પર તેમના દ્રષ્ટિકોણ નું આદાનપ્રદાન કર્યું હતું. સરહદપાર વિદેશોમાં ભારતીય બેંકોની કામગીરીના નિરક્ષણ ના ભાગરૂપે ભારતીય રિઝર્વ બેન્કે છ મુખ્ય બેન્કો (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બઁક ઓફ બરોડા, બઁક ઓફ ઈન્ડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એકસિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક) જેમની આંતરરાષ્ટ્રીય હાજરી નોંધપાત્ર છે, માટે સુપરવઈઝરી બેન્કો ની સ્થાપના કરી છે .સુપરવઈઝરી બેન્કો ના મુખ્ય ઉદ્દેશો, નિરક્ષકો વચ્ચે માહિતી વિનિમય અને સહકાર વધારવો, બેંકિંગ જૂથો વચ્ચે રિસ્ક પ્રોફાઇલ ની સમજમાં સુધારો કરવો અને આમ કરીને આંતરરાષ્ટિય રીતે સક્રિય બેંકોનું નિરક્ષણ અસરકારક બનાવવું. કોલેજોની ભૌતિક બેઠકો નું આયોજન દર બીજા વર્ષે કરવામાં આવે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2377 |