<font face="mangal" size="3">સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ</font> - આરબીઆઈ - Reserve Bank of India
સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધીર માંકડ નો સમાવેશ થતો હતો. સેન્ટ્રલ બોર્ડ ના સરકાર ના નોમીની ડાયરેક્ટર શ્રીમતી અંજલી ચીબ દુગ્ગલ, સચિવ, વિત્તીય સેવાઓના વિભાગ, નાણા મંત્રાલય પણ બેઠક માં ઉપસ્થિત હતાં. બોર્ડે વર્તમાન આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને ઘરેલુ પડકારો તથા ભારતીય રિઝર્વ બેંક ના પરિચાલન ને લગતા વિશિષ્ટ કાર્ય વિસ્તારો ની સમીક્ષા કરી. ત્યાર બાદ, ગવર્નર પશ્ચિમ બંગાળ ના માનનીય મુખ્ય મંત્રી ને મળ્યા અને પ્રદેશ ને લગતા ચોક્કસ વિષયો પર ચર્ચા કરી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1539 |