RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521920

ધી ચિત્તૂર કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, ચિત્તૂર, આંધ્ર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ

ફેબ્રુઆરી 13, 2019

ધી ચિત્તૂર કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, ચિત્તૂર, આંધ્ર પ્રદેશ
પર લાદવામાં આવેલ દંડ

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ધી ચિત્તૂર કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, ચિત્તૂર, આંધ્ર પ્રદેશ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા દાવારહિત થાપણોની શિક્ષણ અને જાગરુકતા નિધિમાં તબદીલી કરવા માટે જારી કરવામાં આવેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ 50,000 (રૂપિયા પચાસ હજાર ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેની પ્રતિક્રિયારૂપે બેંકે લેખિત પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2018-2019/1929

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?