RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78468267

ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો

25 એપ્રિલ 2016

ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર
(ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો.

ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, i) રોકાણ સંવિભાગ (Investment portfolio) ની સમવર્તી લેખા પરીક્ષા (Concurrent Audit) કરાવવા, (ii) જોખમ સંવર્ગીકરણ (risk categorization) ની સમયાંતર સમીક્ષા કરાવવા, (iii) “સંદિગ્ધ લેણ-દેણ રિપોર્ટ” તૈયાર કરીને તેને એફઆઈયૂ-આઈએનડીને પ્રસ્તુત કરવા, તથા (iv) ડીઈએએફ યોજના સંબંધિત ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓ તથા સૂચનોનું ઉલ્લંઘન કરવા માટે ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર 1.00 લાખ રુપિયા (રુપિયા એક લાખ માત્ર) નો મૌદ્રિક દંડ લગાવવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સ્થિતિના નિરિક્ષણના તારણોના આધાર પર બેંકને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આના જવાબમાં આ બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો અને ક્ષેત્રીય નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ સમક્ષ વ્યક્તિગત રૂપથી પણ રજૂઆત કરી હતી. આ કેસની હકિકતો અને આ કેસમાં બેંકે આપેલ જવાબ પર વિચાર કર્યા બાદ, રિઝર્વ બેંક એ નિષ્કર્ષ પર પહોંચી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને બેંક પર દંડ લાદવો ઉચિત છે.

અનિરુધા ડી. જાધવ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2492

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?