<font face="mangal" size="3">ધી કુપ્પમ કો- ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, કુપ્પ& - આરબીઆઈ - Reserve Bank of India
ધી કુપ્પમ કો- ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, કુપ્પમ,આન્ધ્ર પ્રદેશ ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : જુન 06, 2018 ધી કુપ્પમ કો- ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, કુપ્પમ,આન્ધ્ર પ્રદેશ ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ની કલમ 27(2) ની જોગવાઈઓ ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી કુપ્પમ કો- ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, કુપ્પમ, આન્ધ્ર પ્રદેશ ઉપર રૂ. 50,000/-(અંકે રૂપિયા પચાસ હજાર) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે. આ કેસ ની હકીકતો, બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3205 |