<font face="mangal" size="3px">લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણ& - આરબીઆઈ - Reserve Bank of India
લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા જિલ્લા મહિસાગર - ₹ 1.00 લાખનો દંડ લાદવામાં આવ્યો
21 જૂન 2016 લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓનું છળપૂર્વક ઉલ્લંઘન કરીને ₹ 50,000/- થી ઓછા મૂલ્યની રકમવાળા એકસમાન રકમના ચેક મોટી સંખ્યામાં એક જ પાર્ટીને એક જ દિવસમાં જારી કરવા માટે લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા, જિલ્લા મહિસાગર (ગુજરાત) પર ₹ 1.00 લાખ (એક લાખ રૂપિયા પૂરા) નો મૌદ્રિક દંડ લાદ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ બતાવો નોટિસ જારી કરેલ હતી. તેના ઉત્તરમાં આ બેંકે લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. આ કિસ્સામાં બેંકના જવાબ તથા વ્યક્તિગત રૂપથી પ્રસ્તુત કરવામાં આવેલી હકિકતો ઉપર વિચાર કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પહોંચી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને દંડ લગાવવો ઉચિત છે. અજિત પ્રસાદ प्रेस प्रकाशनी: 2015-2016/2965 |