RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522849

ધી મહીલા વિકાસ કો-ઓપરેટીવ બેંક લી., અમદાવાદ (ગુજરાત) (બિન સીડ્યુલ યુ સી બી) ઉપર લાદવામાં આવેલ દંડ

તારીખ : માર્ચ 20, 2019

ધી મહીલા વિકાસ કો-ઓપરેટીવ બેંક લી., અમદાવાદ (ગુજરાત) (બિન સીડ્યુલ યુ સી બી) ઉપર લાદવામાં આવેલ દંડ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અંતર્ગત અસુક્ષીત ધિરાણ મર્યાદા, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને તથા તેઓ જેમાં રસ ધરાવતા હોય તેવી પેઢીઓ/એકમો ને આપવામાં આવેલ લોન અને નો યોર કસ્ટમર (કે વાય સી) /એન્ટી મની લોન્ડરિંગ (એ એમ એલ) અંગે આપેલી સૂચનાઓ/માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી મહીલા વિકાસ કો-ઓપરેટીવ બેંક લી., અમદાવાદ (ગુજરાત) (બિન સીડ્યુલ યુસીબી) ઉપર 10.00 લાખ (અંકે રૂપિયા દસ લાખ પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે અને ભારતીય રિઝર્વ બેંક ના વરિષ્ટ અધિકારીઓ સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલ છે. આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/2249

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?