<font face="mangal" size="3">ઘી નેલ્લોર કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., નેલ્લોર, - આરબીઆઈ - Reserve Bank of India
ઘી નેલ્લોર કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., નેલ્લોર, આંધ્રપ્રદેશ - દંડિત
નવેમ્બર 27, 2018 ઘી નેલ્લોર કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., નેલ્લોર, આંધ્રપ્રદેશ - દંડિત ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઘી નેલ્લોર કો-ઓપરેટીવ અર્બન બેન્ક લિ., નેલ્લોર, આંધ્રપ્રદેશ પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બદલાયેલા સુપરવાયઝરી એક્શન ફ્રેમવર્કમાં (એસ એ એફ), ઉલ્લંઘન માટે રિઝર્વ બેન્ક દ્વારા બેન્ક પર સુપરવાયઝરી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જવાબ પાઠવેલ હતો., કેસના સમગ્ર મુદ્દાઓ, બેન્કનો જવાબ અને પર્સનલ હિઈયરિંગ ને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1213 |