<font face="mangal" size="3px">ધી પીજ પીપલ્સ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, જીલ્લો - આરબીઆઈ - Reserve Bank of India
ધી પીજ પીપલ્સ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, જીલ્લો ખેડા, (ગુજરાત) (બિન-અનુસુચિત યુ સી બી) ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : એપ્રિલ 20, 2018 ધી પીજ પીપલ્સ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, જીલ્લો ખેડા, (ગુજરાત) (બિન-અનુસુચિત યુ સી બી) ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A (1) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, સુપરવાઈઝરી એક્શન ફ્રેમવર્ક (એસ એ એફ) ને લગતા ભારતીય રિઝર્વ બેંક ના સૂચનો ના ઉલ્લંઘન બદલ, બેંક ના ગ્રાહકોને યુનિક કસ્ટમર આઈડેન્ટીફીકેશન કોડ (યુસીઆઈસી) ન ફાળવવા બદલ, જયારે વ્યવહારો રિસ્ક કેટેગરાઈઝેશન અને કસ્ટમર પ્રોફાઈલ સાથે અસંગત હોય ત્યારે ભય નો સિગ્નલ દર્શાવતી સીસ્ટમ ઉભી ન કરવા બદલ અને નો યોર કસ્ટમર (કે વાય સી) અને એન્ટી મની લોન્ડરિંગ (એ એમ એલ) માર્ગદર્શિકા અંતર્ગત રૂપિયા 10.00 લાખ થી વધુ રકમ ના વ્યવહારો નો રેકોર્ડ રાખીને તેને ફીનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ-ઇન્ડિયા (એફઆઈયુ –આઈએનડી) ને ન આપવા બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી પીજ પીપલ્સ કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, જીલ્લો ખેડા, (ગુજરાત) (બિન-અનુસુચિત યુ સી બી) ઉપર રૂ. 4,00,000/- (અંકે રૂપિયા ચાર લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ૩૧ માર્ચ ૨૦૧૬ ની બેંક ની નાણાકીય સ્થિતિ ના અન્વેષણ દ્વારા મળેલી માહિતી ને આધારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા , આ બેંક ને કારણ દર્શક નોટીસ (એસ સી એન) આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ છે અને ભારતીય રિઝર્વ બેંક અમદાવાદ ના સીનીયર અધિકારીઓ ની કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલ છે. આ કેસ ની હકીકતો અને બેન્કે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2789 |