<font face="mangal" size="3">ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટે - આરબીઆઈ - Reserve Bank of India
ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ
ફેબ્રુઆરી 21, 2019 ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46ની પેટા-કલમ (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર, અનુપાલન અહેવાલ પ્રસ્તુત કરવા સંબંધિત આરબીઆઈએ જારી કરેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ/સૂચનો નું ઉલ્લંઘન કરવા બદલ, માટે ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેના પ્રત્યુત્તર રુપે બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1998 |