<font face="mangal" size="3">સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, - આરબીઆઈ - Reserve Bank of India
સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઇ 10, 2017 સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગેલ છે કે જાહેર જનતા ના હિત માં સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને આપવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો ને તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દેશો સાથે વાંચતા, આ નિર્દેશો ની મુદત માં વધારો કરવો જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત નિર્દેશ કરવામાં આવેછે કે સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને વખતો વખત સુધારવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો, જેની માન્યતા છેલ્લે તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દેશ થી 6 જુલાઈ 2017 સુધી વધારવામાં આવેલી, તે નિર્દેશો સમીક્ષા ને આધીન, બેન્કને તારીખ 7 જુલાઈ 2017 થી 06 જાન્યુઆરી 2018 સુધી વધુ 6 મહિના સુધી લાગુ પડશે . આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો જેમ હતા તેમ જ રહેશે. આરબીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે આરબીઆઇએ, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે. જોઝ જે. ક્ત્તુર પ્રેસ જાહેરાત : 2017-2018/89 |