<font face="mangal" size="3">તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદર - આરબીઆઈ - Reserve Bank of India
તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો
૨ ઓગસ્ટ ૨૦૧૭ તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંકનાં નીચે મુજબના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે. તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.૨,00,000/- (રૂપિયા બે લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ૧. ડિરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સિસ ૨. એક્સપોઝર માપદંડ અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો ૩. શહેરી સહકારી બેંકોના નફામાંથી જાહેર / ધર્માદા હેતુઓ માટે દાન / યોગદાન ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી અને વ્યક્તિગત સુનાવણી પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ્ પ્રકાશન: 2017-2018/331 |