સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016 ની ટ્રેડેબીલીટી (ફેબ્રુઆરી 8, 2016 અને માર્ચ 29, 2016 ના રોજ જારી કરેલ)
ઓગસ્ટ 26, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016 ની ટ્રેડેબીલીટી ભારત સરકાર દ્વારા અનુક્રમે તારીખ જાન્યુઆરી 14, 2016 અને માર્ચ 04, 2016 ના સૂચનાપત્રો થી સોવરીન સુવર્ણ બોન્ડ યોજના-2016 અને સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી II ની જાહેરાત કરવામાં આવી હતી. યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આથી અધિસુચિત કરવામાં આવે છે કે સોવરીન સુવર્ણ બોન્ડ્સ (ફેબ્રુઆરી 8, 2016 અને માર્ચ 29, 2016 ના રોજ જારી કરાયેલ), ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવરીન સુવર્ણ બોન્ડ, ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર ઓગસ્ટ 29, 2016 (સોમવાર) થી ટ્રેડિંગ કરવા લાયક બનશે. ત્યાર પછીના તબક્કાઓ માં જારી કરવામં આવેલ બોન્ડ્સ નું ટ્રેડિંગ ચાલુ થવા ની તારીખ પછીથી અધિસુચિત કરવામાં આવશે. અલ્પના કિલ્લાવાળા પ્રેસ પ્રકાશન: 2016-2017/511 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: