<font face="mangal" size="3">યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ  - આરબીઆઈ - Reserve Bank of India
યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો
12 સપ્ટેમ્બર 2017 યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, કલમ ૨૭ મુજબનાં વિવરણની સતત બિન-રજૂઆત અને એજ પ્રમાણે રિઝર્વ બેંકનાં નિરીક્ષણમાં નિર્દેશ કરેલ ખામીઓના અનુપાલનની રજુઆતમાં અસાધારણ વિલંબ માટે યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર રૂ.૫,00,000/- (રૂપિયા પાંચ લાખ માત્ર) નો નાણાંકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘન સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ્ પ્રકાશન: 2017-2018/708 |