યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર લાદવામાં આવેલ દંડ
તા. એપ્રિલ 10, 2019 યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, આર બી આઈ ની પૂર્વ મંજુરી વગર બેન્કની શાખા નું સ્થળાંતર કરીને આ માટે આપેલી નિરિક્ષણ સૂચનાઓ ના ઉલ્લંઘન બદલ યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર ₹ 1.00 લાખ (અંકે રૂપિયા એક લાખ પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2420 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: