<font face="mangal" size="3">અર્બન કો-ઓપેરેટીવ બેંક લિ., બસ્તી (ઉત્તર પ્રદેશ) - આરબીઆઈ - Reserve Bank of India
અર્બન કો-ઓપેરેટીવ બેંક લિ., બસ્તી (ઉત્તર પ્રદેશ) ને પેનલ્ટી લગાવાઇ
૧૭ ઓક્ટોબર, ૨૦૧૮ અર્બન કો-ઓપેરેટીવ બેંક લિ., બસ્તી (ઉત્તર પ્રદેશ) ને પેનલ્ટી લગાવાઇ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતાં) નાં સેક્શન 46(4) અને સેક્શન 47A(1)(c) ની જોગવાઇઓ અનુસાર મળેલ સત્તા મુજબ, ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ઓન સાઇટ ATM ખોલવા, એક્ષ્સ્પોઝર સંબંધિત નિયમ/અન્ય પ્રતિબંધ, (શહેરી) સહકારી બેંક દ્વારા રોકાણ તેમજ KYC(ગ્રાહકને ઓળખો)/AML નિયમના સંબંધમાં, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ સુચનો/માર્ગદર્શિકાનાં ઉલ્લંઘન કરવા બદલ અર્બન કો-ઓપેરેટીવ બેંક લિ., બસ્તી (ઉત્તર પ્રદેશ)- ને રૂ.૧૦,૦૦,૦૦૦/-(ફક્ત રૂ.દસ લાખ) ની નાણાંકીય પેનલ્ટી લગાવાઇ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી, જેનો બેંકે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ બાબતમાં તથ્યોને ધ્યાનમાં લઈ અને બેંકના જવાબ ઉપર વિચાર કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/909 |