<font face="mangal" size="3">અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, સીતાપુર (યુ.પી.) đ - આરબીઆઈ - Reserve Bank of India
અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, સીતાપુર (યુ.પી.) પર લાદવામાં આવેલ દંડ
જાન્યુઆરી 25, 2019 અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, સીતાપુર (યુ.પી.) પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે કલમ 47ક (1) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, સીતાપુર (યુ.પી.) પર, પ્રાથમિક (શહેરી) કો-ઑપરેટિવ બેંકો દ્વારા કરવાના રોકાણો, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી), સહકારી બેંકો દ્વારા ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની (સી.આઇ.સી.)ના સભ્યપદ તેમજ આવક નિર્ધારણ અને અકસ્માયત વર્ગીકરણ, પ્રાવધાનીકરણ અને શહેરી સહકારી બેંકોના સંદર્ભમાં અન્ય સંબંધિત બાબતો સંબંધિત આરબીઆઈએ જારી કરેલ સૂચનો/માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ, માટે ₹ 5,00,000 (રૂપિયા પાંચ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેના પ્રત્યુત્તર રુપે બેંકે એક લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. શૈલજા સિંઘ પ્રેસ પ્રકાશન : 2018-2019/1751 |