<font face="mangal" size="3">ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ</font> - આરબીઆઈ - Reserve Bank of India
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ
RBI/2016-17/132 14 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય/ મહોદયા, ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ બચત ખાતા ના ગ્રાહકો માટેના તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા વ્યવહારો અંગે ફરજીયાત મફત ATM વ્યવહારો ની સંખ્યા ના સુયોજન પરના તારીખ 14 ઓગસ્ટ 2014 ના પરિપત્ર DPSS. CO. PD. No.316/02.10.002/2014-2015 તરફ ધ્યાન દોરવામાં આવે છે. વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (Specified બેંક નોટો –SBN) ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણો ને પરત ખેંચવા ને લગતા તારીખ 08 નવેમ્બર 2016 પરિપત્ર No .DCM (Plg) No.1226/10.27.00/2016-17 અને બીજી બાબતો સાથે, ATMs ને બંધ રાખવા, ATMs માંથી ઉપાડ પરના ચાર્જ 30 ડીસેમ્બર 2016 સુધી માફ કરવા અંગેના તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર RBI/2016-17/111 DPSS. CO. PD. No. /02.10.002/2016-2017 પ્રત્યે આપનું ધ્યાન દોરવામાં આવે છે. 2. આ સંબંધમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે. 3. સમીક્ષા ને અધીન, આ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી ATMs પર કરવામાં આવતા વ્યવહારો ને લાગુ પડશે. 4. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમસ એક્ટ, 2007 (Act 51 of 2007) ની કલમ 10(2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ જારી કરવામાં આવ્યો છે. આપનો વિશ્વાસુ, (નંદા એસ દવે) |