<font face="mangal" size="3">વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ (ડબલ્યુ એલ એ ઓ)- રીટે - આરબીઆઈ - Reserve Bank of India
વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ (ડબલ્યુ એલ એ ઓ)- રીટેલ આઉટલેટ માંથી રોકડ પ્રાપ્ત કરવી
RBI/2016-17/202 30 ડીસેમ્બર 2016 ચેરમેન & મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ પ્રિય મહોદયા / મહોદય, વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ (ડબલ્યુ એલ એ ઓ)- રીટેલ આઉટલેટ માંથી રોકડ પ્રાપ્ત કરવી તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર સંખ્યા DCM (Plg) No.1226/10.27.00/2016-17 દ્વારા વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો-એસબીએન) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચી લીધા પછી, અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ (ડબલ્યુ એલ એ ઓ) ને તેમની સ્પોન્સર બેંકો માંથી રોકડ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે. 2. ડબલ્યુ એલ એ ઓ માટે રોકડ ની ઉપલબ્ધી ને સરળ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમને રીટેલ આઉટ લેટ માંથી નીચેની શરતો ને આધિન રોકડ પ્રાપ્ત કરવાની અનુમતિ આપવામાં આવે: અ. ડબલ્યુ એલ એ ઓ તેમના એટીએમ માંથી વિતરિત કરેલી ચલણી નોટો ની ગુણવત્તા અને અસલીયત માટે તેઓ સ્વયં જવાબદાર રહેશે. આ હેતુ માટે માત્ર એટીએમ ફીટ નોટો નો જ ઉપયોગ કરી શકાશે. બ. ડબલ્યુ એલ એ ઓ જે રીટેલ આઉટલેટ માંથી રોકડ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમની સાથે તેમની બોર્ડ દ્વારા અનુમોદિત નીતિ ના આધારે દ્વિ પક્ષીય વ્યવસ્થા કરવી પડશે. ક. આવી વ્યવસ્થા માંથી ઉદ્ભવતી જવાબદારી અને વિવાદ, જો હોય તો, ડબલ્યુ એલ એ ઓ ની જવાબદારી ગણાશે. ડ. ડબલ્યુ એલ એ ઓ ગ્રાહકો ના વિવાદો ને નીપટાવવા માટે જવાબદાર હશે અને બનાવટી નોટો સહિત ગ્રાહક ને થયેલ કોઇપણ નુકસાન ભરપાઈ કરશે. ઈ. આવી વ્યવસ્થા નો ઉપયોગ કરી પ્રાપ્ત કરેલ રોકડ ના 60% ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારો માં આવેલા ડબલ્યુ એલ એ ના માધ્યમ થી વિતરિત કરવી પડશે. ફ. ડબલ્યુ એલ એ ઓ સંબંધિત વર્તમાન તમામ અન્ય સૂચનાઓ યથાવત રહેશે. 3. ઉપર ની વ્યવસ્થા આ પરિપત્ર ની તારીખ થી અમલ માં આવશે અને તે અંગે ની પદ્ધતિઓ / તેનું ચાલુ રહેવું સમીક્ષા ને અધીન હશે. 4. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 (એક્ટ 51 ઓફ 2007) ની કલમ 18 સાથે વંચાણમાં લેતાં કલમ 10 (2) હેઠળ જારી કરવામાં આવેલ છે. આપની વિશ્વાસુ (નીલિમા રામટેક) |