<font face="mangal" size="3">ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમી - આરબીઆઈ - Reserve Bank of India
ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 29 જુન 2017 ના ડાયરેકટીવ થી 06 જાન્યુઆરી 2018 સુધી વધારેલી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (2) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક ને જાહેર જનતા ના હિત માં યોગ્ય લાગતાં ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા આ નિર્દેશો તારીખ 06 જાન્યુઆ રી 2018 ની અસર થી પરત ખેંચવા માં આવેલ છે. અલબત્ત, બેંક ઓપરેશનલ સૂચના હેઠળ ચાલુ રહેશે અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/1946 |