બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2) હેઠળના નિર્દેશો પરત ખેંચવા---
નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્ર
તારીખ: 03 નવેમ્બર 2017 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2) હેઠળના નિર્દેશો પરત ખેંચવા--- ભારતીય રિઝર્વ બેંકે તેના તારીખ 08 સપ્ટેમ્બર 2015 ના હુકમ દ્વારા નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્રને જારી કરેલા તમામ વ્યાપક (સમાવેશી) નિર્દેશો તારીખ 02 નવેમ્બર 2017 થી અમલમાં આવે તે રીતે પરત ખેંચેલા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (2) અન્વયે ભારતીય રિઝર્વ બેંક ને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને નિર્દેશો પરત ખેંચેલા છે. તારીખ 01 નવેમ્બર 2017 ના ઉપરોક્ત હુકમ ની એક નકલ જાહેરજનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. હવે પછી બેંક નિયમિત બેન્કીંગ કામકાજ કરવાનું ચાલુ રાખશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017–2018/1222 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: