RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78532347

સરકારી માલિકીની એનબીએફસીને મંજૂર કરવામાં આવેલી મુક્તિઓ/ છૂટછાટો પરત ખેંચવી

આરબીઆઈ/2017-18/181
ડીએનબીઆર.(પીડી.)સીસી.સંખ્યા.092/03.10.001/2017-18

31 મે 2018

તમામ સરકારી એનબીએફસી

મહોદયા / પ્રિય મહોદય,

સરકારી માલિકીની એનબીએફસીને મંજૂર કરવામાં આવેલી મુક્તિઓ/ છૂટછાટો પરત ખેંચવી

કંપની અધિનિયમ, 2013 ની કલમ 2ના ખંડ (45) (કંપની અધિનિયમ, 1956ની કલમ 167) હેઠળ વ્યાખ્યાયિત અને એનબીએફસી તરીકે ભારતીય રિઝર્વ બેંક સમક્ષ નોંધાયેલ સરકારી માલિકીની કંપનીઓ હાલમાં નીચેની નિયમનકારી અને વૈધાનિક જોગવાઈઓના પાલનમાંથી મુક્ત છે.

(i) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમો 45-IB અને 45-IC

(ii) માસ્ટર ડાયરેકશન- નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની--સિસ્ટેમીકલી ઈમ્પોર્ટન્ટ નોન-ડીપોઝીટ ટેકીંગ કંપની એન્ડ ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશનસ, 2016, અને માસ્ટર ડાયરેકશન-- નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની—નોન સિસ્ટેમીકલી ઈમ્પોર્ટન્ટ નોન-ડીપોઝીટ ટેકીંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશન્સ, 2016 (આ ડાયરેકશન્સ ના પેરા 23 માં સમાવિષ્ટ જોગવાઈઓ સિવાય)

(iii) માસ્ટર ડાયરેકશન- નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપનીઝ એસેપ્ટન્સ ઓફ પબ્લીક ડીપોઝીટસ (રિઝર્વ બેંક) ડાયરેકશન્સ, 2016 (આ ડાયરેકશન્સના પેરા 36, 37 અને 41માં સમાવિષ્ટ જોગવાઈઓ સિવાય)

2. સમીક્ષાના અંતે, એનબીએફસી નિયમનો આ પરિપત્રના અનુબંધમાં દર્શાવેલ સમયરેખા પ્રમાણે સરકારી એનબીએફસીને લાગુ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સરકારી એનબીએફસી જેઓ તેમણે રજુ કરેલા માર્ગ નકશા પ્રમાણે પ્રુડેન્શિયલ નિયમનું અનુપાલન કરી રહ્યા છે તેઓ તેમ કરવાનું ચાલુ રાખશે.

3. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની જોગવાઈઓમાંથી મુક્તિ/ છૂટછાટો પરના માસ્ટર ડાયરેકશન્સ, નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની—નોન સિસ્ટેમીકલી ઈમ્પોર્ટન્ટ નોન-ડીપોઝીટ ટેકીંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશન્સ, 2016, નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની—સિસ્ટેમીકલી ઈમ્પોર્ટન્ટ નોન-ડીપોઝીટ ટેકીંગ કંપની એન્ડ ડીપોઝીટ ટેકિંગ કંપની (રિઝર્વ બેંક) ડાયરેકશન્સ, 2016 અને નોન-બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપનીઝ એસેપ્ટન્સ ઓફ પબ્લીક ડીપોઝીટસ (રિઝર્વ બેંક) ડાયરેકશન્સ, 2016 ને તદ અનુસાર અદ્યતન કરવામાં આવેલા છે.

4. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45NC અંતર્ગત આપવામાં આવેલી છૂટછાટો/મુક્તિઓ પાછી ખેંચવા અંગેની આવશ્યક અધિસુચના/ નોટીફિકેશન અલગથી જારી કરવામાં આવશે.

આપનો વિશ્વાસુ,

(મનોરંજન મિશ્રા)
મુખ્ય મહાપ્રબંધક


અનુબંધ

સરકારી એનબીએફસી માટે સમયરેખા

ધોરણ અન્ય એનબીએફસી માટેની પ્રવર્તમાન જોગવાઈઓ સરકારી એનબીએફસી-સમયરેખા
પ્રુડેન્શિયલ નિયમનો
આવક માન્યતા સૂચના પ્રમાણે 31 માર્ચ 2019નું પાકું સરવૈયું
સંપત્તિ વર્ગીકરણ (એસેટ કલાસીફીકેશન) એનબીએફસી-એનડીએસઆઈ અને એનબીએફસી-ડી---90 દિવસનો નિયમ
એનબીએફસી-એનડી—180 દિવસનો નિયમ
એનબીએફસી-એનડીએસઆઈ અને એનબીએફસી-ડી
120 દિવસ-31 માર્ચ 2019
90 દિવસ-31 માર્ચ 2020
એનબીએફસી-એનડી—180 દિવસનો નિયમ-31 માર્ચ 2019
જોગવાઈઓની આવશ્યકતા
(પ્રોવિઝનીગ રીક્વાયરમેન્ટ)
એનપીએ માટે- ડાયરેકશનમાં સૂચવ્યા મુજબ
પ્રમાણભૂત અસ્કયામતો માટે-
એનબીએફસી-એનડીએસઆઈ અને એનબીએફસી-ડી---0.40%
એનબીએફસી-એનડી—0.25%
31 માર્ચ 2019 ના રોજ ---સૂચિત જરૂરિયાતના 100%
મૂડી પર્યાપ્તતા (કેપિટલ એડીક્વેસી)
એનડીએસઆઈ અને એનબીએફસી-ડીને લાગુ પડવા યોગ્ય
સીઆરએઆર—15%
ટાયર-I—10%
10% (લઘુત્તમ ટાયર I—7%) 31 માર્ચ 2019
12% (લઘુત્તમ ટાયર I—8%) 31 માર્ચ 2020
13% (લઘુત્તમ ટાયર I—9%) 31 માર્ચ 2021
15% (લઘુત્તમ ટાયર I-10%) 31 માર્ચ 2022
લીવરેજ રેશીઓ એનબીએફસી-એનડી ને લાગુ પડતો હોય તે સરકારી એનબીએફસી-એનડીએ 31 માર્ચ 2022 સુધી અનુપાલન માટે માર્ગ નકશો તૈયાર કરવો
ઋણ/ રોકાણનું કેન્દ્રીયકરણ /એકત્રીકરણ સૂચવ્યા પ્રમાણે કોઈ ચોક્કસ ક્ષેત્રને સેવા પૂરી પાડવા માટે સ્થપાયેલ સરકારી કંપનીઓ મુક્તિ/ છૂટછાટો, જો હોય તો, માટે રિઝર્વ બેન્કનો સંપર્ક કરી શકે. અન્ય માટે, 31 માર્ચ 2022 ના પાકા સરવૈયા સુધીની સમય રેખા રહેશે.
અન્ય
કોર્પોરેટ ગવર્નન્સ વગેરે સુચના અનુસાર 31 માર્ચ 2019નું પાકું સરવૈયું
ધંધા/વ્યવસાયનું સંચાલન
નિયમનો (ફેર પ્રેક્ટીસ કોડ)
સૂચના અનુસાર 31 માર્ચ 2019નું પાકું સરવૈયું
થાપણો સ્વીકારવા માટેના નિર્દેશો
ડીપોઝીટ ડાયરેકશન્સ એનબીએફસી-ડી માટે સૂચવ્યા અનુસાર
  • જાહેર જનતાની થાપણો સ્વીકારવા માટે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડીટ રેટીંગ-31માર્ચ 2019

  • સરકારી એનબીએફસી-ડી કે જેનો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડીટ રેટીંગ હોય તે માત્ર તેની એનઓએફના 1.5 ગણી થાપણો સ્વીકારી શકશે. જે એનબીએફસી મર્યાદા કરતાં વધુ થાપણો ધરાવતી હોય તેઓ મર્યાદાને અનુરૂપ થાય ત્યાં સુધી નવી થાપણો સ્વીકારશે નહી અથવા હાલની થાપણોનું નવીનીકરણ કરશે નહી. હાલની થાપણોને તેમની પરિપક્વતા સુધી ચાલુ રાખવા દેવામાં આવશે.

  • અન્ય નિર્દેશો 31 માર્ચ 2019ના પાકા સરવૈયાથી લાગુ પડશે.

કલમ 45 IB જાળવવાની સંપત્તિની ટકાવારી—
બાકી/ વણ ચૂકવાયેલ થાપણોના 15%
31 માર્ચ 2019— બાકી/ વણ ચૂકવાયેલ થાપણોના 5%
31 માર્ચ 2020— બાકી/ વણ ચૂકવાયેલ થાપણોના 10%
31 માર્ચ 2021— બાકી/ વણ ચૂકવાયેલ થાપણોના 12%
31 માર્ચ 2022— બાકી/ વણ ચૂકવાયેલ થાપણોના 15%
કલમ 45 IC રિઝર્વ ફંડ 31 માર્ચ 2019

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?