RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499335

રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન

તારીખ: 12 નવેમ્બર 2016

રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન

પૂર્વે અસ્તિત્વ ધરાવતી રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવાના કારણે આ સૂચિત (specified) બેન્કનોટોને શક્ય તેટલી સરળ રીતે અને કોઇપણ પ્રકારના અવરોધ વિના ઝડપથી પાછી ખેંચવાની અને અન્ય મૂલ્યવર્ગો કે જે કાયદેસરનું ચલણ છે તેવી નોટો વિનીમયમાં પૂરી પાડવાની ભારે જવાબદારી બેન્કિંગ સીસ્ટમ પર નાખવામાં આવી છે. તેણે જાહેરાતના માત્ર એક દિવસ બાદ ATM માંથી સૂચિત (specified) બેન્કનોટોને ઝડપથી જાહેરાતના થોડા કલાકો માં પરત લેવાની, તેમને (ATMs) અન્ય કાયદેસરના ચલણનીનોટો ઇસ્યુ કરવા માટે રીકેલીબ્રેટ કરવાની તથા બે દિવસ માં જ તેમને (ATM) ને પુન:ભરવાની અને સમગ્રદેશમાં તમામ બેંક શાખાઓ પર જાહેર જનતાને વિનિમય સગવડ પૂરી પાડવાની જવાબદારી લાદી છે. જનતાને પડનાર અગવડોને ન્યૂનતમ કરવા માટે, બેન્કોની શાખાઓ તથા તમામ RBI કાર્યાલયો, જનતાના ભારે ધસારાને પહોંચી વળવા ખોલેલા વધારાના કાઉન્ટરો સાથે, સામાન્ય કામકાજના કલાકો ઉપરાંત કાર્ય કરી રહી છે. 10 નવેમ્બર 2016 ના દિવસે લગભગ વિનિમયના 10 કરોડ વ્યવહારો રીપોર્ટ થયેલા છે.

વધુમાં જાહેર જનતાની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવા તથા પરિસ્થિતિ ને હળવી કરવા માટે બેંકો અને RBI શનિવાર તથા રવિવારે ચાલુ રાખવામાં આવી છે.

જે કાયદેસરનું ચલણ છે તેવી અન્ય મૂલ્યવર્ગની (રૂપિયા 2000 સહિત) નોટોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી, દેશમાં 4000 કરતાં વધુ સ્થળોએ આવેલી કરન્સી ચેસ્ટોમાં આ નોટોનો પર્યાપ્ત જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. માંગ સાથે સંતુલન જાળવવા, પ્રિન્ટીંગ પ્રેસો પૂર્ણ ક્ષમતા એ ચલણી નોટો છાપી રહ્યાં છે કે જેથી નોટોનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહે.

જયારે આ પ્રયાસો કાર્યાન્વિત છે ત્યારે જનતાને ચૂકવણીની વૈકલ્પિક પદ્ધતિઓ જેવી કે પ્રિ-પેઈડ કાર્ડ, રૂપે / ક્રેડીટ / ડેબીટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ તરફ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. જનધન યોજના હેઠળ જેમના ખાતાઓ ખોલવામાં આવ્યાં છે અને જેમને કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં છે તેઓ તમામને તેનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે. આવો ઉપયોગ ભૌતિક ચલણ પરના દબાણને દૂર કરશે અને ડિજિટલ વિશ્વમાં રહેવાના અનુભવ માં વૃદ્ધિ કરશે.

સૂચિત બેન્કનોટોના અન્ય મૂલ્યવર્ગ માં વિનિમય ની યોજના સમગ્ર દેશમાં 30 ડીસેમ્બર 2016 સુધી ઉપલબ્ધ છે અને તે ઉપરાંત, RBI ના સૂચિત કાર્યાલયો પર. પર્યાપ્ત સમય છે તેથી લોકોએ બેંક શાખા નેટવર્ક પર વિનિમય માટે નિવારી શકાય તેવું દબાણ સર્જતા ધસારો કરવાની જરૂર નથી.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1190

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?