<font face="mangal" size="3">વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બ - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- બેંક ખાતાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ની ડીપોઝીટ
RBI/2016-17/189 19 ડીસેમ્બર 2016 ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- બેંક ખાતાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ની ડીપોઝીટ ઉપરોક્ત વિષય પરના તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No.1226/10.27.00/2016-17 નું અવલોકન કરો. બેંક ખાતાઓમાં એસબીએન નું મૂલ્ય જમા કરવાને લગતી ફકરા 3 ના C પરની ii, iii અને iv ની જોગવાઈઓ ની સમીક્ષા ના અંતે, બેંક ખાતાઓમાં એસબીએન ના ડીપોઝીટ પર નીચે દર્શાવ્યા પ્રમાણે કેટલાક નિયંત્રણો મુકવાનું અને તેની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 માટે ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજિમ હેઠળ ડીપોઝીટ કરવાને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે: i બેંક ખાતા માં રૂ. 5000 થી અતિરિક્ત એસબીએન ની પ્રસ્તુતિઓ ને 30 ડીસેમ્બર 2016 સુધી બાકી રહેતા સમય દરમ્યાન માત્ર એકજ વાર જમા કરવા માટે પ્રાપ્ત કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં પ્રસ્તુતકર્તા ને, રેકોર્ડ પર, બેંક ના ઓછામાં ઓછા બે અધિકારીઓ ની હાજરી માં, આ ને શા માટે અગાઉ ડીપોઝીટ ન કરી શકાઈ એવા પ્રશ્નો પૂછી ને અને સંતોષકારક પ્રત્યુત્તર પ્રાપ્ત થયા પછી જ જમા આપી શકાશે. આવો ખુલાસો આગળ ના તબક્કે ઓડીટ ટ્રેઈલ ની સવલત માટે રેકોર્ડ પર રાખવો જોઈએ. સીબીએસ માં આ અંગે યોગ્ય ફ્લેગ રાખવો જોઈએ જેથી કોઈ વધારે પ્રસ્તુતિઓ કરવા દેવામાં ન આવે. ii. કાઉન્ટર પર પ્રાપ્ત રૂ. 5000 સુધીના મૂલ્ય માં એસબીએન ની પ્રસ્તુતિઓ ને 30 ડીસેમ્બર 2016 સુધી સામાન્ય સંજોગો માં બેંક ખાતાઓ માં જમા કરવા દેવામાં આવશે. જો કોઈ એક ખાતા માં રૂ. 5000 થી નાની રકમ ની પ્રસ્તુતિ કરવામાં આવે અને આવી પ્રસ્તુતિઓ ને સાથે ગણી ને સંચયી આધારે રૂ. 5000 થી વધી જાય ત્યારે તેઓ ને રૂ. 5000 થી ઉપર ની પ્રસ્તુતિ માટે અનુસરવાની પ્રક્રિયા ને અધીન ગણવામાં આવશે અને ત્યાર બાદ 30 ડીસેમ્બર 2016 સુધી કોઈ વધારા ની પ્રસ્તુતિ કરવા દેવા માં આવશે નહીં. iii. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે રૂ. 5000 થી અતિરિક્ત એસબીએન ની પ્રસ્તુતિ નું સંપૂર્ણ મૂલ્ય માત્ર કેવાયસી અનુપાલિત ખાતાઓ માં જ જમા આપવામાં આવે અને જો ખાતાઓ કેવાયસી અનુપાલિત ન હોય તો આવા ખાતાઓ ના સંચાલન નું નિયમન કરતી શરતો ને આધિન, જમા રકમ રૂ. 50000 સુધી નિયંત્રિત કરી શકાય. iv. ઉપર ના નિયંત્રણો પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 માટે ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજિમ હેઠળ ડીપોઝીટ કરવાના હેતુ માટે એસબીએન ની પ્રસ્તુતિઓ ને લાગુ પડશે નહીં. v. પ્રસ્તુત કરવામાં આવેલી સ્પેસીફાઇડ બેન્ક નોટો નું સમાન મૂલ્ય પ્રસ્તુતકર્તા દ્વારા કોઇપણ બેંક માં રાખવામાં આવેલ ખાતા માં પ્રમાણભૂત બેન્કિંગ પ્રક્રિયા અનુસાર અને ઓળખ નો વૈદ્ય પુરાવો રજુ કરવાથી જમા આપી શકાશે. vi. પ્રસ્તુત કરવામાં આવેલી સ્પેસીફાઇડ બેન્ક નોટો નું સમાન મૂલ્ય ત્રાહિત વ્યકિત ના ખાતા માં પ્રમાણભૂત બેન્કિંગ પ્રક્રિયા અનુસરીને અને વાસ્તવ માં પ્રસ્તુત કરનાર વ્યક્તિ નો ઓળખ નો વૈદ્ય પુરાવો રજુ કરવાથી જમા આપી શકાય, જો તેના માટે નો, અમારા ઉપરોક્ત પરિપત્ર માં એનેકસ-5 માં દર્શાવ્યા મુજબ નો, ત્રાહિત વ્યક્તિ દ્વારા અપાયેલ વિશિષ્ટ અધિકારપત્ર બેંક સમક્ષ રજુ કરવામાં આવે. 2. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) |