<font face="mangal" size="3">નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચđ - આરબીઆઈ - Reserve Bank of India
નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક કાર્યાલયો (Regional Offices) દ્વારા શહેરી સહકારી બેંકો ને અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા રાજ્ય સહકારી બેંકો ને નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના વિનિમય અને તેમના ગ્રાહકો ના ખાતાઓ માં આવી નોટો ને ડીપોઝીટ કરવા સંદર્ભમાં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું અક્ષરશ: અનુપાલન સુનિશ્ચિત કરવાની ની જરૂરિયાત અંગે જણાવેલું છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1215 |