એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે.
તારીખ: 01 ડીસેમ્બર 2016 એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે. સ્પેસીફાઈડ બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવાના પરિપ્રેક્ષ્યમાં, ભારતીય રીઝર્વ બેંક, વખતોવખત, બેન્કોને સૂચનાઓ જારી કરે છે જે બેન્કોને સીધીજ સત્તાવાર મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેમને રીઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર પણ મૂકવામાં આવે છે. એવા અહેવાલો છે કે રીઝર્વ બેંક દ્વારા કથીત જારી કરવામાં આવનાર કેટલીક માર્ગદર્શિકાઓ / સૂચનાઓ કેટલાક અનૈતિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં પરિપત્રિત કરાઈ રહી છે કે જે જાહેરજનતા / બેંક કર્મચારીઓના મનમાં ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. તેથી બેંકો અને જાહેરજનતાના સભ્યોને સચેત કરવામાં આવે છે કે માત્ર તે જ સૂચનાઓ કે જે રીઝર્વ બેંક ની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર અપલોડ કરવામાં આવે અથવા રીઝર્વ બેંક ના સત્તાવાર મેઈલ મારફત પ્રાપ્ત થાય, તેને જ અનુસરે. બેંકો અને જાહેરજનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓએ સોશિયલ મીડિયા જેવા અસલામત / બિન સત્તાવાર ચેનલો પર આધાર ન રાખવો જોઈએ કે જેમાં પરિપત્રિત દસ્તાવેજ ની અધિકૃતતા શંકાસ્પદ હોય અને ચકાસણી ને પાત્ર ન હોય. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1382 |