<font face="Mangal" size="3">રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીક - આરબીઆઈ - Reserve Bank of India
રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 28 નવેમ્બર 2016 રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 27 નવેમ્બર 2016 સુધી આવો વિનિમય/ ડીપોઝીટ ની રકમ રૂ. 844982 કરોડ (વિનિમય ની રકમ રૂ. 33948 કરોડ અને ડીપોઝીટ ની રકમ રૂ. 811033 કરોડ) થઇ. તેઓએ એમ પણ રિપોર્ટ કર્યો કે જનતા એ આ સમય દરમ્યાન તેમના ખાતાઓમાંથી કાઉન્ટર પર અથવા ATM મારફતે રૂ. 216617 કરોડ નો ઉપાડ કરેલો છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1349 |